________________
* ચિકિત્સા કરતી વખતે પણ સાધુભગવન્તને દવાના નિમિત્તે લેવાતું અનુપાન દાઢે ન વળગી જાય તેની કાળજી રાખવાનું કહ્યું છે, તો સંસારના સુખ માટે ધર્મ કઈ રીતે કરાવાય? ઝેરના અખતરા ન હોય ને? સુખની છાયા પણ પડી જાય કે ગમી જાય તો સમજી લેવું કે ભગવાનનો પરિચય હજુ આપણને થયો નથી. વિષવૃક્ષની છાયા પણ ન પડે તેની સાવચેતી રાખીએ ને ? આજે ધર્મથી સુખ મળે છે-એ શ્રદ્ધા જેટલી છે તેટલી ધર્મથી સંસારનું સુખ છૂટી જાય છે – એવી નથી ને? ‘રોગ ગયો અને સંપદા પામ્યા - બોલતાં જે ભાવ આવે તે ભાવ “સંસાર ગયો ને મોક્ષ પામ્યા' એ બોલવામાં ન આવે ને ?
* અવિરતિની મનથી પણ ઈચ્છા સાધુભગવન્ત ન કરે, સેવનની તો વાત જ ક્યાં છે? આવી અવિરતિમાં તમારે કેટલી સાવચેતી રાખવી જોઈએ ?
* ભવથી તરવાનો ભાવ તેનું નામ ભક્તિ, મેળવવાના ભાવથી છોડીએ તે ભક્તિ નહિ. વ્યાપારી પૈસા – ઉઘરાણી આપે તે ત્યાગ કર્યો ન કહેવાય ને? જોઈતું ન હોય ને છોડો તો તે ત્યાગમાં આવે. આજે તપ કે ત્યાગ છોડવા માટે છે કે વધુ મેળવવા
માટે ?
* એક વાર મન મારીએ તો આ સંસારનું વિસર્જન કરવું સહેલું છે, પરંતુ સુખની આશા છૂટતી નથી – એ જ મુશ્કેલી છે !
* ભવ રોગસ્વરૂપ નહિ લાગે ત્યાં સુધી ભાવ નહિ આવે. આત્માની રક્ષા કરવી હોય અને મોક્ષે જવું હોય તેને ભવ રોગસ્વરૂપ લાગે. આજે સંસારનું સ્વરૂપ સમજાયું નથી માટે ભગવાનની કિંમત સમજાતી નથી. જેઓ સંસારની અસારતાનું પરિભાવન કરે તેમને આ સંસારથી તારનારા પરમાત્માની કિંમત સમજાયા વિના નહિ રહે. આજે પરમાત્માનાં દર્શન કે પૂજા કરતી વખતે પૂજાવિધિ પ્રત્યે બહુમાન નથી જાગતું તેનું કારણ જ એ છે કે પૂજ્ય પ્રત્યે જ બહુમાન નથી. અવિધિમાં અનુકૂળતા સચવાય છે માટે અવિધિ ગમે છે. જેને પરમાત્માના સ્વરૂપનો પરિચય હોય તે પૂજાવિધિમાં અવિધિ ન કરે. વિધિની ઉપેક્ષા અને અવિધિનું સેવન મિથ્યાત્વના ઉદયે થાય છે. અવિધિ પ્રત્યે જેટલો રાગ છે તેટલો ભગવાન પ્રત્યે નથી આથી જ ઈચ્છા મુજબ ક્રિયા કરાય છે.
* સંસાર છોડવાનું સત્વ ન હોય અને સંસારમાં રહેવું જ પડે ત્યારે; પરણવું પડે કે બીજી કોઈ પણ પ્રવૃત્તિ કરવી પડે તોપણ વડીલો કહે તે પ્રમાણે વર્તી લેવું.
શ્રી દર્શનશુદ્ધિ પ્રકરણ
૧૦૩
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org