________________
નહિ, વાપર્યા પછી લેવાની છે.. તો શું કહો ? રસ્તામાં તમારું પાકીટ પડી ગયું હોય અને કોઈ ડફોળ કહીને બતાવે તો શું કરો ? ‘તમે તમારું કામ કરો એમ ન કહો ને ? વિધિ બતાવનાર વ્યક્તિ પરનો દ્વેષ એ વિધિના દ્વેષને સૂચવનાર છે.
* વિધિપૂર્વક જ કરેલું અનુષ્ઠાન ફળ આપે છે એવું જાણ્યા પછી વિધિ માટે પુરુષાર્થ કરી લેવો છે. આપણી ઈચ્છાને બાજુ ઉપર મૂકી દેવી છે. આજે તમારી કે અમારી વૃત્તિ એવી છે કે – અનુષ્ઠાન મહાન છે, દ્રવ્ય - ક્ષેત્ર-કાળ-ભાવ ન સચવાય તો વાંધો નહીં. વિધિ પ્રત્યે જેને રાગ હોય તે દ્રવ્યાદિને સાચવે જ.
* ગ્રંથકારે શ્રી વીતરાગપરમાત્માની સ્તવના કરતાં કહ્યું છે કે – આપ મહાન છો એના કરતાં કંઈકગુણી ચઢિયાતી આપની આજ્ઞા મહાન છે. આપની આજ્ઞાનું પાલન કરીને કેટલાય આત્માઓ તરી ગયા.
* પુણ્યના યોગે સુખમાં રાચતા જીવોને શ્રી તીર્થંકર પરમાત્માએ દુઃખી જોયા, પછી તે ઈન્દ્રાદિ દેવો હોય કે ચક્રવર્તી વગેરેના આત્માઓ હોય. દુઃખથી મુક્ત થવાના ઉપાયરૂપ મોક્ષમાર્ગ હોવા છતાં જીવો દુઃખી શા માટે છે - એવી ભાવનાથી શ્રી તીર્થંકરનામકર્મ બંધાયું. એમના જેવી કરુણા કોઈની નહીં ને ? આપણું કલ્યાણ જે રીતે થાય તે રીતે કહેવાય. આપણે સીધી રીતે ન માનીએ તો કડકમાં કડક કહેવું પડે ને ? ‘ભો ભવ્ય' કીધા પછી પણ આપણે ન માન્યું ત્યારે ‘અભવ્ય કે દુર્ભવ્યમાં નંબર લગાડવો છે?' એમ કડકમાં કડક કહીને આપણને સજાગ બનાવ્યા. આવા વખતે આપણને અભવ્ય કહ્યા, દુર્ભવ્ય કહ્યા.. આ પ્રમાણે બોલીને દેશનાને વખોડવી એ કોઈ પણ રીતે યોગ્ય નથી. આ બધું સાંભળવાની યોગ્યતા જેનામાં ન હોય તેઓ દેશના સાંભળવાના પણ અધિકારી નથી. જેઓને આ વાત કડક લાગતી હોય તેઓએ તો ઉપાશ્રય - દેરાસરમાં આવવું નહીં. ભવ્યત્વથી વિસ્તાર નહીં થાય, આસન્નભવ્ય બનવું પડશે. આસન્નભવ્ય બનવા માટે તથાભવ્યત્વનો પરિપાક કરવો પડશે. તથાભવ્યત્વના પરિપાકનાં સાધનો જ્યાં સુધી નહીં લેવાય ત્યાં સુધી આસન્નભવ્યત્વ સુધી નહીં પહોંચાય. અત્યન્ત અલ્પ કાળમાં જ જેઓ મોક્ષે જવાના છે એવા આસન્નભવ્ય જીવોને કાયમ માટે વિધિનો પરિણામ હોય, આસન્નભવ્યથી ભિન્ન દુર્ભવ્ય કે અભવ્ય જીવો છે તેઓ વિધિનો ત્યાગ કરનારા છે અને અવિધિની સેવા કરનારા છે. આપણો નંબર શેમાં લાગે એવો છે?
* નિર્વાણપદની ભાવના જેમાં હોય તે સૂક્ષ્મ બોધ. નવ પૂર્વના જ્ઞાની પણ સૂક્ષ્મ બોધ વગરના હોય અને માત્ર અષ્ટ પ્રવચનમાતાના ધણી પણ સૂક્ષ્મબોધવાળા હોય.
૧૦૮
શ્રી દર્શનશુદ્ધિ પ્રકરણ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org