________________
આપણા વડીલોને કશી ખબર પડતી નથી-આ વસ્તુ મગજમાંથી કાઢી નાંખવી. વડીલો અનુભવી છે અને આપણા માટે માનનીય છે માટે તેઓ જે પાત્ર સાથે સંબંધ જોડી આપે તેમાં આનાકાની નથી કરવી. આપણને જે પાત્રો મળે છે તે આપણા નસીબથી જ મળે છે. એક તો સંસાર માંડવાનું પાપ કરવું અને તે પણ પાછું સ્વચ્છંદપણે કરવાનું પાપ કરવું: આટલી હદ સુધી નથી પહોંચવું.
* વ્યાખ્યાન કે વાચનામાં આપણા દોષોનું ભાન કરવા માટે જવું છે. આજે વ્યાખ્યાનમાં રાગ ઓળખાયો, દ્વેષ ઓળખાયો કે મોહ ઓળખાયો માટે મજા આવી : આવો અનુભવ થયો છે ? બીજાને ખખડાવે એમાં મજા આવે કે આપણા દોષો પ્રગટ કરે તેમાં મજા આવે ?
* ચક્રવર્તી જ્યારે પૂર્વના ચક્રવર્તીનું નામ છેકીને કાકિણીરત્નથી પોતાનું નામ લખે ત્યારે તેઓ એ પણ સમજતા હોય છે કે મારું નામ પણ આ રીતે ભૂંસાવાનું જ, છે. આથી જ તેઓ તેમાં રાચતા નથી. આ તો તેમનો કલ્પ છે માટે પ્રવૃત્તિ કરી લે. બાકી નામનો મોહ તેઓને હોતો નથી.
* ગાથા ૨૩ - જે જિનાલય કોઈ આચાર્યભગવન્તને નિશ્રિત ન કરાયું હોય તે અનિશ્રાકૃત કહેવાય છે. જેમ કે શ્રી અષ્ટાપદ તીર્થ ઉપર શ્રી ભરત મહારાજાએ બિંબ ભરાવ્યાં હતાં અને તેની પ્રતિષ્ઠા કરાવી હતી તે અનિશ્રાકૃત જિનભવન કહેવાય. તે સિવાયના જિનાલય નિશ્રાકૃત કહેવાય.
સ. અઢાર અભિષેકવાળા પ્રતિમાજી પૂજાય ?
અઢાર અભિષેક પ્રતિમાજીની આશાતના થઈ હોય તો તે નિમિત્તે શુદ્ધિ અર્થે કરાવાય છે. અઢાર અભિષેકના કારણે પ્રતિમામાં પૂજ્યત્વ આવતું નથી. અંજનશલાકા જેને જેને થઈ હોય તે પ્રતિમા પૂજનીય બને છે. અઢાર અભિષેકની ક્રિયા તો અંજનશલાકા થયા પછીની ક્રિયા છે તેથી આવો પ્રશ્ન જ અસ્થાને છે.
* ગાથા ૨૫ : કેટલાક લોકો માતાપિતાદિ પૂર્વજોએ કરાવેલી, કેટલાકો પોતે કરાવેલી અને કેટલાક લોકો વિધિથી કરાયેલ પ્રતિમાની પૂજા કરવી જોઈએ એમ કહે છે. આ ત્રણે પક્ષમાં અસ્વારસ્ય જણાવવા ત્રણે પક્ષને મળે તું કરીને જણાવ્યા છે. ગ્રંથકારશ્રીને અભિમત અવસ્થિત પક્ષ તો એ છે કે મમત્વ અથવા આગ્રહથી રહિતપણે સર્વ પ્રતિમામાં પરમાત્માના આકારની પ્રતીતિ થતી હોવાથી પરમાત્મા તરીકેની બુદ્ધિ
૧૦૪
શ્રી દર્શનશુદ્ધિ પ્રકરણ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org