________________
સત્ત્વહીનતાના કારણે નડે છે. તેવા વખતે આપણી નિઃસત્ત્વશાલિતાને આગળ કરવાના બદલે નિમિત્તોને આગળ કર્યા કરીએ - તે ચાલે ? એ મહાપુરુષોને જે શાસ્ત્ર ને જે સામગ્રી મળી હતી તે જ આપણને મળી છે. એવા વખતે કાળને દોષ આપવાને બદલે આપણી જાતનો દોષ કાઢવો છે. સત્ત્વ કેળવ્યા વગર સિદ્ધિ નહિ જ મળે.
* હું બેઠો હોઉં તો બીજા જાય કેમ ? આવી ભાવનાને બદલે બીજા બેઠા હોય ને મારે જવું પડે – એનું દુ:ખ જેને હોય તે કોઈ પણ જાતનું કામ કરવા માટે લાયક નથી. આ બધા ક્ષુદ્રવૃત્તિવાળા છે. બીજા કરતા નથી ને મારે કરવું પડે છે – એવું જેના મનમાં હોય અને બીજાએ કામ કરવું જોઈએ એવી જેને અપેક્ષા હોય તે કોઈ કામ કરવાનો અધિકારી નથી.
* અદ્ર પછી છઠ્ઠું ધૃતિબળવાળો વિશેષણ આપ્યું છે. ધૃતિ એટલે મનનું સમાધાન. જેના કારણે મનની પ્રસન્નતા જળવાઈ રહે તે રીતે કાર્ય કરવું છે. કામમાં દિવસો વધારે જાય, પૈસા વધારે આપવા પડે તે વખતે મનની સમાધિ ન રહે તો દ્રવ્યવ્યયનો પશ્ચાત્તાપ થાય ને ? અને પશ્ચાત્તાપથી, કરેલું સુકૃત ધાવાઈ જાય છે. ધૃતિબળવાળાને તો જેમ પૈસો વધારે જાય તેમ વધારે આનંદ થાય.
સ. ધનની મૂર્છા ઉતારવા માટે જ મંદિર બંધાવવાનું છે તો વધારે પૈસા જાય તેનો પશ્ચાત્તાપ શા માટે થાય ?
શરીરની મૂર્છા ઉતારવા માટે જ તપ કરવાનો છે છતાં તપમાં માથું ચઢે તો પશ્ચાત્તાપ થાય ને ? હવે બીજી વાર કરવો જ નથી-એવો નિર્ણય કરીએ ને ? એવી જ રીતે અહીં પણ બની શકે. આથી જ અહીં ધૃતિ રાખવાનું જણાવ્યું છે. ધાર્યા કરતાં વધારે દિવસ થાય ને તેથી પૈસા પણ ધાર્યા કરતાં વધારે ખર્ચાય તોપણ મનને પ્રસન્ન રાખવું છે. કારણ કે આમે ય પૈસો કાઢવાનો હતો તો સારું થયું કે આ કામમાં વપરાયો. નહિ તો પાપમાં વપરાત કાં તો મૂકી જવાનું થાત. એના કરતાં આવા સારા કાર્યમાં જ વાપરવું શું ખોટું ?
* જેની ભક્તિ કરીએ છીએ તે આપણા જેવા જ છે કે આપણા કરતાં હલકા છે એવું માનીએ તો તેની ભક્તિ કરવાની લાયકાત નહિ આવે અને કદાચ ભક્તિ કરીએ તો તે ફળશે નહિ. સામી વ્યક્તિ આપણા કરતાં મહાન છે – એવું જે દિવસે લાગશે તે દિવસે વૈયાવચ્ચ કરવાની મજા આવશે.
૯૬
Jain Education International
For Private & Personal Use Only
શ્રી દર્શનશુદ્ધિ પ્રકરણ
www.jainelibrary.org