________________
ઈચ્છા છે એમ પૂછીને આપે તો ન લેવાય-એવો આચાર છે. ઈચ્છા એ જુદી વસ્તુ છે ને જરૂર એ જુદી વસ્તુ છે. દવાની જરૂર પડે માટે લઈએ, પણ દવાની ઈચ્છા ન હોય ને ? સાધુભગવન્ત ઔષધની જેમ આહાર લે. આહારની જરૂર હોવાથી આહાર લે, આહારની ઈચ્છાથી નહિ.
* જ્યારે પણ દેરાસર બંધાવવાનો વિચાર આવે ત્યારે તેના નિભાવની તૈયારી પહેલેથી જ કરી લેવાની. નિભાવ માટે ટીપ કરવા ન બેસવું. નવા મકાનમાં રહેવા જતી વખતે મેન્ટેનન્સનો વિચાર પહેલાં કરો ને ? આ તો પાંચ લાખ પોતાના કાઢે, પંદર લાખ બહારથી લાવે વીસ લાખનું મંદિર બાંધે અને નિભાવ માટે ભીખ માગવા (ટીપ કરવા) નીકળે -આ ચાલે ? જે પાંચ લાખ લઈને આવ્યો હોય તેને કહેવું કે – બે લાખ નિભાવ માટે મૂકી રાખ અને ત્રણ લાખમાં મંદિર બંધાવ. દેરાસર બાંધીને આપણે સંઘને માથે નથી ફટકારવું. લોકો વાહવાહ કરે, વિશિષ્ટ કોટિનું પુણ્ય બંધાય એ માટે દેરાસર નથી બંધાવવાનું સંસારને પ્રતનુ-પતલો કરવા માટે દેરાસર બંધાવવાનું કહ્યું છે.
* અધિકારિપણાનું બીજું વિશેષણ બતાવ્યું છે - શુભસ્વજનવાળો. જેના સ્વજનો સંલેશ પામ્યા ન હોય તેવો. જેના પરિવારજનો સંક્લેશ પામ્યા હોય તે દેરાસર બંધાવવાનો અધિકારી નથી. સ્વજનો સંક્લેશ ક્યારે પામે ? તેઓ સિદાતા હોવા છતાં તેમને એક પૈસો પરખાવે નહિ ત્યારે ને ? તેમની જરૂરિયાત પૂરી કરીને મંદિર બંધાવીએ તો તેમને બોલવાનું ન રહે. એમને મોજશોખ માટે પૈસા જોઈતા હોય તો એટલા ખાતર આપણે નથી અટકવું. બાકી જેનો સગો ભાઈ ભૂખે મરતો હોય તે સાધર્મિકની ભક્તિ કરે કે પરમાત્માનું મંદિર બંધાવે તો લોકો નિંદા જ કરે ને? જેને ભગવાન પ્રત્યે ભક્તિ હોય તે આવું ઔચિત્ય ન ચૂકે. જેને નામનાનો મોહ હોય તે ઔચિત્ય ચૂકી જય. જેને પરમાત્મા પ્રત્યે સાચી ભક્તિ હોય તેને કુટુંબનું વાત્સલ્ય હોય જ. જેને પૈસાની આસક્તિ હોય ને નામનાનો મોહ હોય તેના સંસ્કાર નષ્ટ થાય અને અક્કલ બહેર મારી જાય. તેમ જ જેના સ્વજનો લોકધર્મથી વિરુદ્ધનું આચરણ કરનારા હોય તેવાએ પણ મંદિર ન બંધાવવું. કારણ કે એના કારણે ન તો પોતાના શુભ ભાવની વૃદ્ધિ થાય કે ન તો પ્રવચનની પ્રભાવના થાય. આ બે માટે જ તો વિવેકીઓ જિનમંદિર બંધાવતા હોય છે.
* કૂપદષ્ટાન્ત - કૂવો ખોદતી વખતે થાકના કારણે તરસ લાગે, ધૂળથી શરીર, કપડાં ખરડાય, શરીરે પરસેવો થાય.... આ બધાં અનિષ્ટો હોવા છતાં કૂવો ખોદાયા પછી જે પાણી મળે તેનાથી, તરસ છીપાય, સ્નાનથી શરીર ચોખ્ખું થાય અને કપડાં પણ ધોવાઈ જાય. તે રીતે અહીં પણ દેરાસર બંધાવવામાં જે કાંઈ આરંભ-સમારંભ થયો
શ્રી દર્શનશુદ્ધિ પ્રકરણ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org