________________
સ. ત્યાં પકડાવાનો ડર છે.
અહીં ડર નથી? ત્યાં તો કદાચ પુણ્ય હશે તો બચી જવાશે, અહીં તો કોઈ બચાવનાર નથી. ભગવાને પૈસાને અનર્થભૂત કહ્યો છે, એ અનર્થ માટે આપણે પાપ કરીએ – એ ચાલે ? તમારો અન્યાયનો પૈસો અમારે ત્યાં આવવાથી અમારી પણ બુદ્ધિ બગડી ગઈ છે. ગુરુભગવન્તને પૂછ્યા વગર મંદિર-ઉપાશ્રય બંધાવવા અમે લાગી ગયા ! આપણે ત્યાં ચાંપા વાણિયાની વાત આવે છે તે સાંભળી છે ને? પોતાના પૈસાને લૂંટવા આવેલા લૂંટારુ સાથે યુદ્ધ કરવા તૈયાર થાય છે ત્યારે પણ અન્યાય નથી કરતો ! આજે તો જાણે અનીતિની હરીફાઈ ચાલુ છે. રાજા પણ અન્યાય ન મૂકે અને પ્રજા પણ અન્યાય ન છોડે તો આ અનવસ્થા ક્યાં જઈને અટકશે ? રાજા તો અધર્મી હોય તો ન સુધરે, આપણે તો ધર્માત્મા છીએ ને? આચાર્યભગવતે કહ્યું હતું કે અનીતિનો પૈસો ધર્મકાર્યમાં ખર્ચવા આવે ત્યારે હવે ફરીથી અનીતિ નહિ કરવાની કબૂલાત આપે તો એક વાર ખરચવાની છૂટ આપવી. પણ જેને અનીતિથી કમાવાનું ચાલુ જ રાખવું હોય તેને છૂટ કઈ રીતે અપાય ?
સ. અનીતિનો પૈસો ભંડારમાં નાખીએ તો શુદ્ધ ન થઈ જાય ? કોળસાને સાબુ લગાડીએ તો તે ધોળો થઈ જાય ?
* આપણે આપણા આત્માની ચિંતા કરવા માટે અહીં આવ્યા છીએ. ખુદ આચાર્યપદે બિરાજમાન થયેલા પણ જે કોઈ યોગ્ય સમર્થ મળી જાય તો તેને ગચ્છનો ભાર સોંપી આરાધના કરવા માટે ચાલી નીકળે છે. કારણ કે ગચ્છની સારણાદિ કરવા માટે કષાય કરવા પડે. કોઈ સમર્થ ન હોય તો ભાર વહન કરે – તેમાં ય નિર્જરા છે, એ કાંઈ મોક્ષમાં બાધક નથી. પરંતુ એનાથી વિશિષ્ટ આરાધના ન થાય.
* આરાધનાથી પુણ્ય બંધાય અને વિરાધનાથી પાપ બંધાય : અહીં ગૃહસ્થપણાના ધર્મની વાત હોવાથી પુણ્યબંધની વાત કરી છે. બાકી તો આરાધનાનું ફળ નિર્જરા જ છે અને ગૃહસ્થપણામાં પણ જે આરાધના શુભભાવથી કરાય છે તેના ફળરૂપે ચારિત્રમોહનીયકર્મની નિર્જરા થાય છે અને જે પુણ્ય બંધાય છે તે પણ ચારિત્રધર્મનું અવિરોધી, આગળ વધીને ચારિત્રને અનુકૂળ સામગ્રી અપાવનારું થાય છે. બહુમાનપૂર્વક જે અનુષ્ઠાન કરાય છે તેનું નામ સેવા. કર્યા વગર ચાલે એવું નથી માટે કરવું તે વેઠ, સેવા નહિ. કરીને તરવું છે - એવા ભાવથી કરવું તે સેવા.
શ્રી દર્શનશુદ્ધિ પ્રકરણ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org