________________
નથી. મોક્ષ ઈષ્ટ નથી લાગતો, મોક્ષનાં સાધનો ઈષ્ટ નથી એ સિવાયનું બધું જ ઈષ્ટ લાગે છે તેથી કાયમ માટે શોકમાં ગરકાવ હોઈએ છીએ. ભગવાનમાં આ શોકદોષ ન હતો. કારણ કે ભગવાનને કોઈ ઈષ્ટ જ ન હતું. આપણી તો હાલત કફોડી છે. જે ઈષ્ટ માનવાનું નથી તેને ઈષ્ટ માનીને બેઠા છીએ અને એના વિરહમાં પાછો ચિત્તનો સંતાપ થયા કરે છે – કેટલી હદ સુધી નીચે પહોંચ્યા છીએ ?
* ભગવાનના અતિશય આપણને કામ લાગે છે માટે તે સાંભળવાનું, તેની વાત કરવાનું ગમે છે અને ભગવાનની દોષરહિત અવસ્થા આપણને કામ નથી લાગતી માટે તેની વાત કરવાનું ગમતું નથી-ખરું ને ?
* સુખનો રાગ હૈયામાં એવો વ્યાપી ગયો છે કે જેથી ભગવાનનું વચન હૈયામાં પેસી શકે એવો કોઈ અવકાશ જ નથી.
* ભગવાનને ઈષ્ટનો વિરહ ન હતો અને ઈષ્ટ મળી ગયું હતું માટે તેમને શોક ન હતો એવું નથી, ભગવાનને કોઈ જ ઈષ્ટ ન હતું તેથી ભગવાનને શોક ન હતો.
* ‘કરવું જ છે તો ભગવાનની આજ્ઞા મુજબ કેમ ન કરવું ?' આવો અધ્યવસાય જે દિવસે જાગે તે દિવસે આપણે ધર્મમાર્ગે ચાલ્યા-એમ સમજવું. આજે ગમે તે રીતે ધર્મ કરવાની તૈયારી હોય તો આજ્ઞા પ્રત્યે પ્રેમ કયાંથી જાગે ?
* આજે આપણું ઈષ્ટ અને સાધ્ય બે જુદાં છે. જે ઈચ્છાનો વિષય બને તે ઈષ્ટ અને જે સાધનાથી પ્રાપ્ત થાય તે સાધ્ય. આજે સાધ્ય એ ઈષ્ટ નથી. પુણ્યથી મળનાર વસ્તુ આજે આપણને ઈષ્ટ લાગે છે. સાધ્ય ઈષ્ટ નથી લાગતું. સંસારનું સુખ ઈષ્ટ લાગવા છતાં તે સાધ્ય નથી અને મોક્ષ સાધ્ય હોવા છતાં ઈષ્ટ નથી લાગતો.
સ. જયવીયરાયમાં ઈષ્ટલસિદ્ધિમાં ઈષ્ટથી શું લેવું ?
ત્યાં ઈષ્ટથી મોક્ષના અવિરોધી ફળનું ગ્રહણ કર્યું છે. મોક્ષમાર્ગના અવરોધને દૂર કરે તેને ઈષ્ટ તરીકે ગણ્યું છે. પહેલાં ભવનિર્વેદ માંગ્યા પછી જે ઈષ્ટની માંગણી કરે તે ઈષ્ટ કયું હોઈ શકે ? ભવને અનુકૂળ કે મોક્ષને અનુકૂળ ? સાધુભગવન્તને પણ ગુરુભગવન્તનો યોગ, જ્ઞાન-દર્શનની પ્રાપ્તિ, ચારિત્રમોહનીયનું નડતર ટાળવું, પ્રમાદ ટાળવો.... આ બધું જ ઈષ્ટ છે.
* ભગવાન શોકરહિત હતા તેનું કારણ ભગવાનનું ઈષ્ટ પૂરું થયું હતું માટે નહિ. ભગવાન શોકરહિત થયા તેમ આપણે પણ શોકરહિત થવા માટે મહેનત કરીએ છીએ,
શ્રી દર્શનશુદ્ધિ પ્રકરણ
Jain Education International
For Private & Personal Use Only
૫૭
www.jainelibrary.org