________________
૩. આદાનભય – આપણી વસ્તુ કોઈ લઈ જશે – એવો ભય. આ ભય પણ સતાવે ને ? વ્યાખ્યાનમાં ટીપ થવાની હોય તો ભય લાગે ને કે લાજેશરમ પણ લખાવવું પડશે ? ૪. અકસ્માત ભય : કોઈ પણ જાતના નિમિત્ત વિના અંધારા વગેરેમાં જે ભય લાગે તે અકસ્માત ભય. ૫. આજીવિકાભય : પોતાનો નિર્વાહ થશે કે નહિ, શેનાથી થશે - એવા પ્રકારનો ભય. અમારે ત્યાં પણ ગોચરી કે વસતિને આશ્રયીને આ ભય ઘટી શકે. ૬. મરણભય. ૭. અપયશભય : પોતાની અપકીર્તિ ફેલાશે એવો ભય. નીતિશાસ્ત્રમાં કહેવાયું છે કે પોતાની કીર્તિનો ઘાત-એ મહાપુરુષોને માટે મરણતુલ્ય છે. આવી અપકીર્તિનો ભય પણ રાખવો નથી. આપણું કર્મ હોય તો ભલે ઉદયમાં આવતું. નિંદા વગેરેનો ભય પણ આપણી આંખ ખુલ્લી છે ત્યાં સુધી. અહીં કર્મ પૂરું કરીને આપણે ઉપર જતા રહીએ - એમાં શું વાંધો? અપયશ થાય તેવાં કાર્યો નથી કરવાં, સાથે અપયશથી ગભરાવું પણ નથી. ભગવાનને અભયદયાણં કહ્યા છે તે કઈ રીતે ? ભયને દૂર કરનારા છે માટે કહ્યા છે, ભયનાં નિમિત્તો ટાળે છે માટે નહિ. કર્મના કારણે આવેલ કોઈ પણ સ્થિતિ કાયમ રહેતી નથી. ભગવાનને પણ ‘ગુપ્તચર પુરુષ' વગેરે અનેક આક્ષેપો રસ્તે રખડતા લોકોએ આપ્યા હતા, છતાં ભગવાને પ્રતીકાર ન કર્યો, બધા આક્ષેપો સહ્યા. આપણે તો પ્રતીકાર કરીએ ને? અપયશ મળે એવાં કામ કરવાં છે અને છતાં કોઈ પણ આપણા માટે ઘસાતું ન બોલે એવી ઈચ્છા છે ને ? !
* પાપભીરુતા એ ગુણ છે અને દુઃખભીરુતા એ દોષ છે. દુઃખ જતું હોય તો પાપ મજેથી કરો ? કે પાપ જતું હોય તો દુઃખ મજેથી વેઠો ? વિરતિ કેમ નથી ગમતી ? વિરતિમાં દુઃખ આવે છે માટે ને ? અને અવિરતિ કેમ ગમે છે ? દુઃખ જાય છે માટે ને ?
* મરણનો ભય ટળી જાય તો બધાં પાપ ટળી જાય. મરણના ભયે જ અનેક પાપ થાય છે.
* એકતા નથી કરવી, એકત્વમાં જવું છે. આજે તો એકતામાં પાપનો પક્ષ લેવો પડે એવું છે, એકત્વમાં પાપરહિત બનાય છે. પાપના વિચારોમાં અનંતાનું સંગઠન છે. એકતાના કારણે સ્થાન - માન મળશે, જ્યારે એત્વભાવથી જ્ઞાન-મોક્ષ મળશે. આજે તમારે પૈસામાં એકતા કરવી છે? એક ઘરના ચાર ભાઈના પણ પૈસા ભેગા નથી કરાતા અને અમારે ત્યાં સિદ્ધાન્તમાં એકતા કરવી છે ? જે વસ્તુ આપણને મળી છે તે કિંમતી છે, બીજાની સાથે ભેળવીને તેની કિંમત નથી ઘટાડવી. આપણી પાસે દસ લિટર દૂધ હોય તો પણ સો લિટર પાણી સાથે ભેગું ન કરાય ને ? સાચી વાત ખોટા સાથે ભળે તો સાચાની કિંમત ઘટે ને ?
શ્રી દર્શનશુદ્ધિ પ્રકરણ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org