________________
મોક્ષની ઈચ્છા નથી થતી એનું દુઃખ નથી. ગુરુભગવન્ત પ્રેમ તોડવા માટે આવ્યા છે તે પ્રેમ કરે ખરા ? ગુરુભગવન્ત વાત્સલ્ય આપે પણ ભાવવાત્સલ્ય આપે, દ્રવ્યવાત્સલ્ય નહીં.
સ. દ્રવ્યવાત્સલ્ય અને ભાવનાત્સલ્ય એટલે શું?
પીઠ પર હાથ ફેરવે તે દ્રવ્યવાત્સલ્ય અને માથે ટપલી મારીને ભૂલ સુધારાવે તે ભાવવાત્સલ્ય. તમને જે ગમે એ દ્રવ્યવાત્સલ્ય અને તમને જે ન ગમે તે ભાવવાત્સલ્ય. જેને હિતની ચિંતા હોય તે માથે ટપલી મારે. જેને હિતની ચિંતા ન હોય તે તો વિચારે કે – જવા દો આપણને શું ચિંતા છે ?
* આજ્ઞાનો પ્રેમ હોય અને હિતનું અર્થિપણું હોય એ દ્રવ્યવાત્સલ્ય શોધવા નીકળે જ નહીં. ચંડરૂદ્રાચાર્યના શિષ્યને દીક્ષા કઈ રીતે મળેલી ? ગુસ્સામાં કે પ્રેમથી? ગુરુભગવત્તે એમનું કયું વાત્સલ્ય કર્યું ? જેઓ એમ કહે કે – “મોક્ષમાં જવું જ છે, આપ કહો તે પ્રમાણે જ કરીશ' આવાને દ્રવ્યવાત્સલ્યની અપેક્ષા રહેતી નથી. જેને દ્રવ્યવાત્સલ્યની અપેક્ષા હોય તેઓને મોક્ષમાં જવું નથી – એમ માની લેવું.
* વીતરાગપરમાત્માનું જીવન માર્ગસ્થ કઈ રીતે હતું એ શોધીને આપણે પણ આપણા જીવનને માર્ગસ્થ બનાવી દેવું છે. એમણે બતાવેલો માર્ગ એ અવાવર માર્ગ નથી. અનન્તા આત્માઓએ ખૂદેલો એ માર્ગ છે. સમયે સમયે ચાલુ છે, આવા વખતે બીજો માર્ગ શા માટે શોધીએ? માર્ગે ચાલવું છે કે માર્ગ શોધવો છે? માર્ગે ચાલવું હશે તો કમસે કમ ગુરુભગવત પાસે પ્રેમની અપેક્ષા નથી રાખવી, હિતશિક્ષાની અપેક્ષા રાખવી છે. હિતમાં કાયમ માટે સજા(શિક્ષા) રહેલી છે. એ સજાની અપેક્ષા રાખી લઈએ અને ઉપેક્ષા ન કરીએ તો કામ થાય ને ?
* આજ્ઞાનો લોપ કરવાનો કે એમાં બાંધછોડ કરવાનો વખત રાગના કારણે આવે છે. પ્રેમ આજ્ઞાથી દૂર રાખે છે અને બહુમાન આજ્ઞામાં ઝિલાવે છે. મોક્ષમાર્ગમાં જતા પ્રાણીને લોઢાની અર્ગલા સમાન પ્રેમ છે. સાંકળના કારણે ચાલવાનું ગમે તેટલું ઉત્કટ કોટીનું મન હોય તો પણ ચાલી ન શકે ને ? આપણા ભગવાન, આપણા ગુરુ પ્રેમ તોડવા માટે સાધુ થયેલા હતા માટે આપણે પણ પ્રેમ કરવો નથી. એટલે આજે આપણે નક્કી કરી લઈએ.
શ્રી દર્શનશુદ્ધિ પ્રકરણ Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org