________________
પોતાના પૈસે બધો વહીવટ કરે તો દેરાસરના ટ્રસ્ટની જરૂર ન પડે. સ્થળ પર પૈસા આપીને છૂટા થઈએ તો ટ્રસ્ટની જરૂર રહે ખરી ?
* વીતરાગપરમાત્મા તો મોક્ષમાં ગયા છે તો તેમને નમસ્કાર વગેરે કઈ રીતે કરવો એવી શંકાના નિરાકરણમાં ભગવાનના બિંબની અને ચૈત્યની સ્થાપના કરવાનું ફરમાવ્યું છે. જિનમંદિર બંધાવવું અને જિનપ્રતિમા ભરાવવી : આ પણ એક ભગવાનની ભક્તિનો જ પ્રકાર છે. મેરુજેવું સૌથી ઊંચું, હિમાલય જેવું ધવલ (ઉપલક્ષણથી અન્ય) વર્ણવાળું, શ્વેતધજાથી શોભતું મંદિર વિધિપૂર્વક બંધાવવું. વર્તમાનમાં ધજામાં વચ્ચે લાલવર્ણ પણ હોય છે પરંતુ શ્વેતવર્ણ પ્રધાનતયા(વધુ) હોવાથી તે શ્વેતધજા કહેવાય. મેરુ જેટલું ઊંચું એટલે સૌથી ઊંચું, ગામમાં એનાથી ઊંચું એક મકાન ન હોય.
સ. મુંબઈમાં તો કેટલાં ઊંચા માળનાં બિલ્ડિંગો હોય છે !
તેવા મકાનની નજીકમાં દેરાસર બાંધવું નહિ. દેરાસર એવા સ્થાનમાં બાંધવું કે જ્યાં કોઈ આશાતનાનો સંભવ ન હોય. જેટલી જગ્યામાં દેરાસર બાંધ્યું હોય તેટલી જગ્યા ચારે બાજુ ખુલ્લી રહે એટલો વિસ્તાર રાખવો.
* તીર્થંકર પરમાત્મા આ જગતનું સૌથી ઊંચામાં ઊંચું તત્ત્વ છે, માટે આપણને ગમે છે ? કે આપણને તારે છે માટે ગમે છે? જેને પરમાત્મા તારક લાગે અને એ તારક પ્રત્યે બહુમાન જાગે તેને એ પરમાત્માનું મંદિર બનાવવાનું મન થયા વિના ન રહે. પહેલાં પરમાત્મા પ્રત્યે બહુમાન જાગે પછી મંદિર બંધાવવાનું મન થાય. પહેલાં ધન પ્રત્યે બહુમાન જાગે પછી ધંધો કરવા જાઓ ને? તેમ અહીં સમજવું. જિનમંદિર બંધાવવાનો વિધિ :
* સત્તરમી ગાથામાં જિનભવન બનાવવાની વિધિ જણાવી છે. આ વિધિ માત્ર બોલવા માટે નથી આચરવા માટે છે. આ બધો વિધિ સમજાવવાની જવાબદારી આચાર્યભગવન્તોની છે. એ જવાબદારી જે તેઓ અદા ન કરે તો પાપના ભાગીદાર બને. સૌથી પહેલો વિધિ બતાવ્યો છે : શુદ્ધ ભૂમિ. દ્રવ્યથી અને ભાવથી શુદ્ધ ભૂમિ હોવી જોઈએ. દ્રવ્યથી શિષ્ટજનને ઉચિત એવા સ્થાનમાં દેરાસર બાંધવું. જ્યાં વેશ્યા, જુગારી, દારૂડિયા વગેરેની અવરજવર ન હોય; આશાતના થાય તેવાં અંગારા, હાડકાં વગેરે શલ્યથી રહિત ભૂમિ હોય તેમજ જ્યાં મીઠું જળ નીકળે તે દ્રવ્યથી શુદ્ધ ભૂમિ. અને ભાવથી શુદ્ધ ભૂમિ એટલે ચોરીથી, અન્યાયથી, પડાવી લીધેલી ભૂમિ ન હોય તે. કારણ
શ્રી દર્શનશુદ્ધિ પ્રકરણ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org