________________
ત્યારે સાહેબને (પ. પૂ. આ. ભ. શ્રી. વિ. રામચંદ્ર સૂ. મ.સા.) કહેવા ગયા. સાહેબે તેમને પૂછ્યું કે ‘તમારો બંગલો બંધાવવાના કે તૈયાર ફ્લેટમાં જવાના ?' પેલા ભાઈએ કહ્યું કે ‘તૈયાર ફ્લેટ લીધો છે.’ ત્યારે સાહેબે કહ્યું કે ‘તો બરાબર !’
* ખરીદીને લાવતી વખતે પણ વિધિપૂર્વક લાવવું. નોકરચાકર કે પશુ વગેરેને પીડા થાય તેવો અધિક ભાર ન ઘાલવો. તેમનું શોષણ ન કરવું, તેમને ઠગવા નહિ, ચીરવા નહિ. આપણે જો ઉદારતા રાખીએ તો અન્યાય ન કરવો પડે, ભગવાનની આજ્ઞા સચવાય અને કામ વહેલાં પૂરું થાય. આવી ઉદારતા, દયા પૂર્વક કામ લેવામાં આવે તો શિલ્પી વગેરે જૈનેતરોને પણ જૈનો પ્રત્યે તેમ જ તેમના દેવગુરુધર્મ પ્રત્યે બહુમાન જાગે અને તેથી તેઓ પણ સમ્યક્ત્વ પામી જાય. પૈસા તો આજે છે ને કાલે નથી. જ્યારે સમ્યક્ત્વ તો ભવોભવ સુધી સાથે રહેવાનું છે. માટે સમ્યક્ત્વની પ્રાપ્તિ અને શુદ્ધિ થાય એ રીતે પૈસા વાપરવા. આજે આપણી પ્રતિક્રમણાદિ ક્રિયા પણ એવી છે કે શ્રાવકોનું સમ્યક્ત્વ ટકી રહે તો નસીબ. પ્રતિક્રમણમાં હવા આવે તે માટે બારી પાસે બેસે અને બેઠકમાં જરા ફેરફાર થાય તો ઝઘડવા બેસે. દુઃખ વેઠવું ન હોય તો ધર્મ કરવા માટે અહીં આવો છો શા માટે – એવું પૂછવાનો સમય આવી ગયો છે. સાહેબ જો માંડલીમાં આવ્યા હોય અને એમની નજર ફરે તો એક સાધુ માંડલીમાં આડો-અવળો બેસી ન શકે. સુખ છોડવાની અને દુઃખ વેઠવાની તૈયારી વિના ધર્મ કરવામાં આવે તો આપણે પણ ધર્મથી દૂર થઈએ અને જોનારને પણ બોધિ દુર્લભ બને.
ન
* દેરાસરનો કાજો કાઢવાથી માંડીને ભગવાનને મુગટ ચઢાવવા સુધીની ક્રિયાથી એકસરખી નિર્જરા થાય છે. કારણ કે નિર્જરા ભાવને લઈને થાય છે, ભક્તિમાત્રથી નહિ. અને ભાવ એટલે આજ્ઞાપાલનની તત્પરતા. સુખનો રાગ તો જામી જ ગયો છે એ રાગનો પણ રાગ છે, આથી ભાવ આવતો નથી.
* તીર્થંકરપરમાત્માને દેવ માનવા પહેલાં બીજા દેવો દેવ નથી– એ સમજવાનો તથા માનવાનો પ્રયત્ન કરવાની જરૂર છે. બીજા દેવોને પણ દેવ માનીએ તો એ એક પ્રકારે તીર્થંકરભગવન્તની આશાતના છે. ભગવાનના શાસનમાં ગુણનું જેટલું મહત્ત્વ છે તેના કરતાં પણ ગુણના પ્રતિપક્ષભૂત દોષની નફરત વધારે મહત્ત્વની છે. દોષો પ્રત્યે નફરત જાગ્યા વિના ગુણો પ્રત્યે સાચું બહુમાન પ્રગટી શકે એમ નથી.
--
* શિલ્પી વગેરેનું અતિસંધાન - શોષણ ન કરવું. શિલ્પી - કારીગર વધારે રાખવા પડે તો ભલે પણ એકની પાસે વધારે કામ ન કરાવવું. શિલ્પી વગેરે માંદા પડે
૮૬
Jain Education International
For Private & Personal Use Only
શ્રી દર્શનશુદ્ધિ પ્રકરણ
www.jainelibrary.org/