________________
ત્યારે કેમ ખાડા પાડો છો, ન કામ કરવું હોય તો બીજાને રાખી લઈશું....' આ રીતે ખખડાવવા નહિ, દવા અપાવીને કહેવું કે સાજો થાય ત્યારે આવજે.
સ. આમ કરીએ તો દેરાસનું કામ ક્યારે થાય ?
આપણે ચાર માણસ વધારે રાખી લઈએ તો કામ અટકી ન પડે. તમારો છોકરો માંદો પડે ને ધંધે ન આવે તો શું કરો ? દુકાન બંધ કરો કે બે માણસ રાખીને કામ કરો. દીકરા કરતાં શિલ્પી અધિક જ્યારે લાગશે ત્યારે દેરાસર બંધાવવાની યોગ્યતા આવશે.
* સ્વાશયની અર્થી પોતાના શુભ ભાવની વૃદ્ધિ કરવાપૂર્વક દેરાસર બંધાવવાનું કહ્યું છે. આ વૃદ્ધિ ત્રણ શ્લોક દ્વારા જણાવી છે. અહીં – આ દેરાસરમાં વંદનના નિમિત્તે આવેલ કૃતપુણ્ય, ગુણરૂપી રત્નના નિધિ અને મહાસત્ત્વશાળી એવા સાધુભગવન્તોને હું જોઈશ અને તેના યોગે મારા આત્માને પવિત્ર કરીશ. તેમ જ અહીં અકલંક - કલંકરહિત એવા જિનેશ્વરભગવન્તના બિંબને જોઈને અન્ય પણ ભવ્ય જીવો પ્રતિબોધ પામશે અને તેથી શ્રેષ્ઠ એવા વિરતિધર્મને સ્વીકારશે. તેથી કરીને મારું આ જિનબિંબ - જિનાલયના નિર્માણમાં વપરાયેલું ધન અપાયરહિતપણાને પામશે... આવા પ્રકારની ચિંતાથી પરિવરેલા છવો સ્વાશયવૃદ્ધિને કરનારા જાણવા.
* જે વિત્ત વિષયોના પરિભોગમાં વપરાય છે તે અપાયવાળું છે. જિનમંદિરાદિ ધર્મમાં વપરાતું વિત્ત અનપાય બની જાય છે. અપાય એટલે આ લોક, પરલોક સંબંધી આત્મિક નુકસાન.
* તીર્થંકર પરમાત્માનું ઉત્તમ સ્વરૂપ સમજાયા પછી તેમને નમન, વંદન વગેરે કરવા દ્વારા તેમની ભક્તિ કરવા માટે તત્પર બનેલાને ‘ભગવાન તો નિર્વાણપદે પહોંચી ગયા તો હવે તેમની ભક્તિ કઈ રીતે કરવી ?' આવી શંકા થાય તેને માટે સૌથી પહેલો ઉપાય એ છે કે ચોવીસ કલાક ભગવાનની આજ્ઞાના પાલન સ્વરૂપ સાધુપણું સ્વીકારી. લેવું : એ જ મોટામાં મોટી ભક્તિ. જેને, આવી ભક્તિ થઈ શકે એવા સંયોગો નથી તેમને માટે જિનભક્તિનો ઉપાય બતાવતી વખતે જિનમંદિર બંધાવવાનું વિધાન કર્યું.
* જિનમંદિર કે તીર્થ ભગવાનના નામે ઓળખાવું જોઈએ. પોતાના નામે, પોતાનાં માબાપ વગેરેના નામે નહિ.
* જિનમંદિર બંધાવતી વખતે ગણતરી કરતાં વધારે ખર્ચો થાય તો ત્યારે મનમાં જરા પણ ખેદ ન કરવો. મારા સંસારનાં કાર્યમાં જે પૈસો વપરાય છે તે બધો
શ્રી દર્શનશુદ્ધિ પ્રકરણ Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org