________________
હદ સુધી નીચે ઊતરવું ન પડે. વિરતિનો આનંદ ન હોય ત્યારે જ અવિરતિનો આનંદ લેવાનું મન થાય.
* હાંસીમશ્કરીના ત્યાગના કારણે નથી તો સુખ લૂંટાઈ જવાનું, નથી તો દુઃખ આવી પડવાનું. કોઈ કહે કે – કેમ બોલતા નથી ?' તો કહેવું કે – મારા ભગવાને હાંસીના ત્યાગની પ્રતિજ્ઞા કરી હતી. તેથી મારે પણ પ્રતિજ્ઞા છે, માટે બોલતો નથી.
સ. પ્રતિજ્ઞાના કારણે ઈચ્છા વધારે થાય છે.
જેની પ્રતિજ્ઞા નથી લીધી એની ઈચ્છા નથી એવું છે ખરું? પૈસા ન કમાવાની પ્રતિજ્ઞા નથી લીધી છતાં પૈસાની ઈચ્છા છે ને ? પ્રતિજ્ઞાના કારણે ઈચ્છા વધતી નથી, આસતિના કારણે ઈચ્છા વધે છે. પ્રતિજ્ઞા લીધી હોય તોપણ ઈચ્છા થાય છે અને પ્રતિજ્ઞા ન લીધી હોય તોપણ ઈચ્છા થાય છે. માટે ઈચ્છાનું કારણ પ્રતિજ્ઞા નથી, આસતિ છે. આસતિ પડી છે માટે ઈચ્છા વધે છે કે પ્રતિજ્ઞા લીધી છે માટે ઈચ્છા વધે છે – એ જાતે વિચારી લેવું.
* અઢારદોષોનું વર્ણન પૂરું થયું. એનાં નામ યાદ રહી ગયા ને? રોગનાં નામ માત્ર ડોક્ટર જ જાણે કે દર્દી પણ જાણે? એક વખત રોગ થયા પછી પણ તેનાં નામ મોઢે થઈ જાય અને આપણા દોષો અનાદિકાળથી આપણામાં હોવા છતાં એનાં નામ યાદ ન રહે-એનું કારણ શું? શરીરનું મમત્વ જેટલું છે એટલી આત્માની ઉપેક્ષા છે ને?
* અવિરતિજેવું ભયંકર એકે પાપ નથી. સમ્યગ્દર્શન પામ્યા પછી પણ આપણા સમ્યકત્વને મોક્ષે લઈ જતાં રોકી રાખે એવી આ અવિરતિ છે. મોક્ષનું જ્ઞાન હોવા છતાં, શ્રદ્ધા મજબૂત હોવા છતાં અવિરતિના યોગે ચારિત્ર નથી મળતું અને ચારિત્ર વિના મોક્ષ નથી મળતો. સંસાર છોડવો સહેલો છે પણ સંસાર ઓળખવો કઠિન છે. સંસારને જાણવો એ જુદું અને સંસારને ઓળખવો એ જુદું. અવિરતિને અવિરતિ તરીકે ઓળખવાનું કામ ઘણું જ કપરું છે. અવિરતિના યોગે સુખનો રાગ એટલો ગાઢ હોય છે કે જે સમ્યગ્દર્શનને કામ જ કરવા દેતો નથી.
* અઢાર પ્રકારના દોષોના નામ શિષ્યને યાદ રહી ગયા હોવાથી તેને શંકા પડે છે અને આથી તે પ્રશ્ન કરે છે કે આ અઢારમાંથી પ્રેમદોષ માયા-લોભમાં સમાઈ જાય છે અને મત્સર, ક્રોધ-માનમાં સમાઈ જાય છે તો તેને જુદા કેમ પાડ્યા? શિષ્યને દોષો કાઢવા છે માટે શંકા પડી. જેને કંઈક કરવું હોય તેને શંકા પડે. જેને ઉપાડીને લઈ જવું હોય તેને વજન ઓછું થાય તેની ચિંતા હોય. તે રીતે જેને દોષો યાદ રાખવા છે અને
શ્રી દર્શનશુદ્ધિ પ્રકરણ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org