________________
આગમ પણ છ0 એવા ગણધરભગવન્તોએ રચ્યાં છે અને જો આગમ એ ત્રિપદીનો સાર છે માટે પ્રમાણ માનતા હો તો આ ટીકાગ્રંથો વગેરે પાછળના મહાપુરુષોએ રચેલા ગ્રંથો, આગમનો સાર હોવાથી પ્રમાણભૂત છે જે પંચાંગીને પ્રમાણ ન માને તેની સાથે ચર્ચા કરવાનો કોઈ અર્થ નથી. જેઓ, “ભગવાન માટે અરિહન્ત શબ્દ વાપરવો યોગ્ય નથી કારણ કે એ સંક્લેશનું સૂચક છે. આથી નવકારમંત્રમાં અરુહત્તાણ પાઠ બોલાવો જોઈએ' - એવું કહે છે, એવાઓને આ પર્યાયથી કરેલી વ્યાખ્યા સમજાવવાની જરૂર છે. જોકે તેઓ મૂળ આગમને જ પ્રમાણ માનતા હોવાથી તેમને જવાબ આપવાનો અર્થ નથી. (નિયુક્તિકાર શ્રી ભદ્રબાહુસ્વામી મહારાજ, ભાષ્યકાર – શ્રી જિનભદ્રગણિ અને ટીકાકાર - શ્રી શીલાંકાચાર્ય મહારાજ (બે અંગની) અને નવાંગી ટીકાકાર શ્રી અભયદેવસૂરિ મહારાજ હતા.)
* ભગવાન ગમે તેટલા મહાન હોય તોપણ ભગવાન જે આપે છે તે આપણને જોઈતું જ નથી માટે આપણને ભગવાન પ્રત્યે બહુમાન નથી લાગતું. આપણી પાસે રાતદિવસ ફરનાર સામાન્ય માણસો પ્રત્યે જેટલું બહુમાન છે તેટલું ભગવાન પ્રત્યે નથી. સંસારનાં સુખો જ્યાં સુધી ગમે છે અને આત્માના ગુણો નથી ગમતા ત્યાં સુધી ભગવાનની વાત નહિ ગમે. ભગવાનની વાત ગમે કે ભગવાનની કૃપા ગમે?
સ. ભગવાનની કૃપા થાય તો વાત ગમે.
ના, ભગવાનની વાત માનીએ તો ભગવાનની કૃપા મળે. ભગવાનની વાત જે માને તેને ભગવાન પ્રત્યે બહુમાન જાગ્યા વિના નહિ રહે. ભગવાન જે આપવા માંગે છે તેનું અર્થીપણું મેળવી લેવું છે.
સ. કઈ રીતે?
ત્યાંનું (સંસારનું) અર્થીપણું ટાળીને. આ સંસારમાં ગમે તેટલી સારામાં સારી અવસ્થા સર્જાઈ હોય તો ય પરભવમાં જવાનું બાકી છે ને? શ્રી અઈમુત્તા મુનિને આઠ વરસે જે સમજાયું હતું તે આપણને ડબલગ્રેજ્યુએટ થયા પછી પણ સમજાયું નથી ને ? મરવાનું છે તે આપણે જાણીએ છીએ? આ ભવમાં વિદ્વત્તા મળી જશે, લોકોની ચાહના મળશે, માનસન્માન પણ મળી જશે પણ પરભવમાં સ્થાન નહિ મળે. ભગવાન દુઃખમાંથી નહિ, મરણમાંથી બચાવે છે અને ડોક્ટર દુઃખમાંથી બચાવે છે. આપણે દુ:ખમાંથી બચવું છે માટે ડૉક્ટર પ્રત્યે બહુમાન જાગે છે - ભગવાન પ્રત્યે નહિ. રોગ જેટલો ભયંકર લાગે, શસ્ત્ર જેટલું ભયંકર લાગે છે, અગ્નિનો જેટલો ભય છે, પૂરનો જેટલો ભય છે તેટલો સંસારનો ભય નથી ને ?
શ્રી દર્શનશુદ્ધિ પ્રકરણ
૮૦
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org