________________
કાઢવા છે તેને દોષો ઓછા થાય તેવી શંકા પડે. આજે આપણે આ દોષોને યાદ રાખવા. માટે કોઈ પ્રયત્ન કરવો છે ને? રોજ નવકારવાળી ગણવા પહેલાં અઢાર દોષોની નવકારવાળી ગણવી છે. પ્રેમ અને માત્સર્યને જુદા પાડવાનું કારણ એ છે કે ઘણી વાર સામાન્યથી ઉલ્લેખ કર્યા પછી તેનાથી વિશેષને જુદું પાડીને બતાવાય છે. આ રીતે બતાવવાની પાછળ વિશેષ પ્રયોજન હોય છે. પ્રેમનો સમાવેશ માયા-લોભમાં થતો હોવા છતાં તેમાં એ વિશેષતા છે કે પ્રેમ ગમે છે, માયા-લોભ તો ભૂંડા લાગે છે. કોઈ માયાળુ' કહે તો ગમે પણ માયાવી' કહે તો ન ગમે. આ રીતે પ્રેમ ભૂંડો નથી લાગતો માટે તેને દોષ તરીકે જુદો પાડી બતાવ્યો. ઈર્ષાના કારણે ક્રોધ આવતો હોવા છતાં ક્રોધ ખરાબ લાગે પણ માત્સર્ય તેવું ખરાબ નથી લાગતું માટે તેને પણ જુદું પાડ્યું. માત્સર્યમાં માન અને ક્રોધ બંન્ને પરિણામ હોય છે. બીજાના ગુણો સહન નથી થતા એનું કારણ આપણને માન મળતું નથી અથવા આપણું માન ઘવાય છે - એ છે અને એ અસહનશીલતાથી ગુસ્સો આવે છે – આથી માત્સર્યદોષ કથંચિત્ ભિન્ન (જુદો) છે.
* માથું ભારે લાગે તો તેની દવા કરવાનું મન થાય પણ જ્ઞાનાવરણીય કર્મ ભારે છે એવું લાગે તો તેની દવા કરવાનું મન થાય ? જો જ્ઞાનાવરણીયકર્મ ભારે નહિ લાગે તો ચૌદ પૂર્વ સુધી કઈ રીતે પહોંચાશે? જ્ઞાનાવરણીય અને દર્શનમોહનીયના ઉદયના કારણે અજ્ઞાન દોષ નડે છે. એને ટાળવા માટે જ્ઞાનાચાર અને દર્શનાચારનું પાલન કરવાનું. જ્ઞાન, જ્ઞાની, જ્ઞાનનાં ઉપકરણની ભક્તિ કરવાની. આજે આપણને ભણવાનું હજુ ફાવે પણ જ્ઞાનીની ભક્તિ કરવાનું ન ફાવે ને ?
સ. જ્ઞાનની ભક્તિ એટલે અક્ષરજ્ઞાનની કે સમ્યગ્રજ્ઞાનની ભક્તિ?
અક્ષરજ્ઞાનની પણ આશાતના ન કરવી એ એક પ્રકારનો વિનય જ છે. અનાશાતના નામનો વિનય મિથ્યાશ્રુત માટે સમજી લેવો. આગમની પૂજા કરીએ, છાપાની પૂજા ન કરાય પણ સાથે તેને પગ ન લગાડાય - એ સમજાય ને ?
૪ નિદ્રા દર્શનાવરણીયના ઉદયથી આવે. દર્શનાવરણીયનો ઉદય હોવા છતાં ચિંતા, શોક વગેરે પ્રતિબંધક હોય તો નિદ્રા ન આવે. આ નિદ્રા ઉડાડવા માટે પ્રયત્ન કરવો છે કે લેવા માટે : એ જ સૌથી પહેલાં વિચારવું પડશે. નિદ્રા ઊડી જાય તો લાવવા માટે મહેનત નથી કરવી – આટલું નક્કી કરીએ તોય ઘણું.
* બાકીના બધા દોષો મોહનીયના ઘરના જ છે, મોહનું માનવાનું બંધ કરીએ અને પરાણે પણ ભગવાનનું માનતા થઈએ તો આ દોષ ટળી શકે. ક્રોધાદિને દૂર કરવા
શ્રી દર્શનશુદ્ધિ પ્રકરણ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org