________________
લાગણીવાળાને આપો ત્યારે કે લાગણી વગરનાને આપો ત્યારે ? વર્તમાનમાં તો સાધર્મિક ભક્તિને બદલે પરિચિતભતિ કહેવી પડે એવું છે. દુનિયાના જીવો રાગ વરસાવે કે ન વરસાવે પણ આપણે રાગ વરસાવવો છે ને ? ચેતન કરતાં પણ જડને વિશે આપણને રાગ વધારે ને ? એકાદ સુખનું સાધન કોઈ બગાડે તો વરસોની લાગણી પણ જતી રહે ને ? પૈસા ખાતર ભાગીદારી પણ તોડી દો ને ? ભગવાન પાસે સામગ્રી ઘણી છતાં રાગ ન'તો અને આપણી પાસે સામગ્રી જરા પણ નથી અને રાગ ચિકાર છે! ઈન્દ્રાદિ દેવો સેવા કરવા છતાં ભગવાનને એમની ઉપર રાગ ન'તો, આપણી હાલત તો ઊંધી છે ને? પૂજાની થાળી તૈયાર કરીને પૂજારી લાવી આપે તો પૂજારી પ્રત્યે પણ રાગ થયા વિના ન રહે. એ પૂજારીની કોઈ કદર ન કરે તો કહે કે - “આપણે ત્યાં સારા માણસોની કદર નથી'. આ બધું કોણ બોલાવે છે – રાગ જ ને ? તમે માંદા પડો તો ઘરના લોકો દુઃખી થાય તે તમારી પીડાના કારણે કે એમની પીડાના કારણે ? તમારું કશું કામ કરવાનું એમને ન આવે તો એમને દુઃખ થાય એવું છે ખરું? રાગના કારણે સમય બરબાદ થાય, કર્મબંધ થાય, પૈસા જાય, ખરાબ ફળ મળે.... આ બધું જોયા પછી રાગ કરવાનું મન થાય એવું છે ખરું ? રાગને મારવાના વિચાર ન આવતા હોય તોપણ પરાણે પણ એ વિચાર લાવવા છે. ભગવાન પાસે પણ એટલા માટે જવું છે. ભગવાનને કહેવું છે કે –
આપે રાગને દૂર કર્યો, મારો રાગ તોડી આપો.” ઘરના લોકોને કહી દેવાનું કે – જવાના દિવસો આવ્યા છે, તમે મારી પ્રત્યે રાગ ન કરશો, હું પણ તમારી પ્રત્યે રાગ નહીં કરું.' ઘરના લોકો આપણી પ્રત્યે રાગ કરે એમાં કર્મબંધ થાય છે એમ માનવાને બદલે અમારા ઋણાનુબંધ છે એમ માને તો એ બુદ્ધિમત્તાનું લક્ષણ નથી, મૂર્ખાઈનું લક્ષણ છે. ઘર છોડી શકીએ કે ન છોડી શકીએ પણ રાગ તો છોડવો છે ને ? જરૂર પૂરતું વાપરીએ તો રાગ કરવાનું કોઈ કારણ નથી, જરૂર વગર વાપરીએ તો રાગ થયા વિના નહીં રહે.
| * પુદ્ગલ કે ચેતન પ્રત્યે આપણે રાગ કરીએ ત્યારે પુદ્ગલ કે ચેતનને કોઈ જ ફરક નથી પડતો. જે કાંઈ ફરક પડે છે એ આપણને જ પડે છે, આપણને જ કર્મબંધ થાય છે છતાં રાગ કરવાનું ન છોડીએ ને?
* સંસારનાં સુખો ભોગવવાં હોય તો સગા – સ્નેહી – સંબંધીની અપેક્ષા રહે જ્યારે ધર્મ એ એક એવી ચીજ છે કે – એમાં કોઈની અપેક્ષા રાખવી પડતી નથી. સંસારનું સુખ સ્મશાનમાં ન ભોગવાય, ધર્મ સ્મશાનમાં પણ આરાધી શકાય.
* વર્તમાનમાં આપણને જે જે પાત્રો મળ્યાં છે તે તે પાત્રો પાસેથી સુખ ભોગવવું હોય તો તે પાત્રોને પંપાળવા પડે ને ? જ્યાં સુધી સુખની અપેક્ષા પડી છે ત્યાં સુધી સંસારમાંથી બહાર નહીં નીકળી શકાય. શ્રી દર્શનશુદ્ધિ પ્રકરણ
૭૧
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org