________________
સ. સંગઠનમાં શક્તિ છે ને ?
નિગોદમાં અનંતા ભેગા હતા, એ શક્તિ શું કામ લાગી ? એક મરુદેવામાતામાં જે શક્તિ હતી તે આપણામાં હજુ નથી આવી. આજે તો સારુંનરસું ભેગું કરવું – એનું નામ એકતા ને ? આજે તમારે ત્યાં જૂનું અનાજ ને નવું અનાજ પણ ભેગું નથી કરાતું. ત્યાં સજાતીયને ભેગા નથી કરવા અને અહીં વિરુદ્ધ-વિજાતીય એવા સિદ્ધાન્તવાળાને ભેગા કરવા છે ?
સ. એકત્વ એટલે શું ?
હું એકલો છું. અને મારું કોઈ નથી એવી ભાવના ભાવવી તેનું નામ એકત્વભાવના. કોઈનામાં ભળવું નહિ તેનું નામ એકત્વ. ા અને ત્ત્વ પ્રત્યયનો અર્થ દરેક ઠેકાણે એકસરખો નથી થતો - એ યાદ રાખવું.
* મહાપુરુષોની વાતને સાંભળવા કે સમજવા ન દે એવી આપણી બુદ્ધિ છે. શાસ્ત્રકારો કહે છે કે બુદ્ધિશાળી જીવો ધર્મ સારી રીતે પામી શકે. જ્યારે આપણી એ હાલત છે કે આપણને ભગવાનની વાત માનવામાં આપણી બુદ્ધિ આડી આવે છે. આજે આપણને આપણી બુદ્ધિ પર વિશ્વાસ કે શાસ્ત્રકારોની વાતો પર વિશ્વાસ ? શાસ્ત્રકારની વાત બુદ્ધિમાં બેસે તો જ માનવી છે કે ભગવાન કહે છે માટે માની લેવી છે ? આપણું મન તો સારું હતું પણ આપણી બુદ્ધિ આપણને માર્ગે આવવા નથી દેતી. જ્યારે જ્યારે માર્ગે આવવાનું મન થયું ત્યારે એ મનને સમજાવવાનું કામ બુદ્ધિએ કર્યું ને કે ‘અત્યારે આપણું કામ નહિ !' ? આપણે બુદ્ધિ સામે નથી જોવું, મન સામે નથી જોવું, માર્ગ સામે જોવું છે. અમે લોકો વિહારમાં જઈએ ત્યારે ગામડાના જાણકાર પર શ્રદ્ધા રાખીને ચાલીએ. ગામડિયાએ નેળિયાનો રસ્તો બતાવ્યો હોય ત્યારે એ રસ્તો એવો કાંટાળો હોય કે મન ન માને, એ રસ્તો એવો અવાવરો હોય કે બુદ્ધિ પણ ન માને છતાં માર્ગના દર્શક પર શ્રદ્ધા એવી મજબૂત હોય કે મનને અને બુદ્ધિને બાજુએ મૂકીને માર્ગે ચાલીએ. અને અંતે ઈષ્ટ સ્થાને પહોંચીએ ત્યારે મન પણ પ્રસન્ન થાય અને બુદ્ધિ પણ કબૂલ કરે કે માર્ગ તો ટૂંકો હતો, સારો હતો. એ રીતે અહીં પણ માર્ગ અવાવરો લાગતો હોય, કોઈ ચાલતું ન દેખાય તો શું કરવું છે ? ભગવાન કહે છે માટે ચાલવું છે કે બુદ્ધિ ના પાડે છે માટે ઊભા રહેવું છે ? બહુમતીમાં ચાલવું છે કે શાસ્ત્રમતિને માનવી છે ?
સ. ગીતાર્થોની બહુમતી હોય એ માર્ગ ને ?
બહુમતી અગીતાર્થોની હોય. ગીતાર્થો તો બધા એકમતીમાં હોય. બધા ચાલે તો
શ્રી દર્શનશુદ્ધિ પ્રકરણ
Jain Education International
For Private & Personal Use Only
૬૭
www.jainelibrary.org