________________
* પાપના વિચાર આવ્યા પછી તરત સાધન શોધવા નીકળી પડીએ ને ધર્મના વિચાર આવ્યા પછી પૂછવા જઈએ ને ?
* દુઃખમાં અરતિ થાય એટલે એમાંથી નિદ્રા લેવાની ભાવના જાગે અને સુખમાં રતિ થાય ત્યારે પણ નિદ્રા લેવાનું ગમે. આથી રતિ-અરતિ પછી નિદ્રા બતાવી. દુઃખ ઘણું પડે ત્યારે પણ એ દુઃખને ભૂલવા નિદ્રા લેવાનું મન થાય અને સુખને માણવા પણ નિદ્રા લેવાનું મન થાય, માટે નિદ્રા પ્રિય છે. તેથી તેને દોષરૂપ માનવાનું કામ કપરું
* જે સાધનને શોધે તે યોદ્ધા ન બની શકે, જે હોય તેને સાધન બનાવે તે યોદ્ધા બની શકે. મન સાથે યુદ્ધ કરવું હશે તો આ રીતે, મળે તેને સાધન બનાવવું પડશે. આશ્રવને પણ સંવર બનાવતાં આવડે તે કર્મને જીતી શકે. આપણી બધી પ્રવૃત્તિ ઉપર મનનો કાબૂ છે પણ મન કોઈના કાબૂમાં પ્રાય: નથી અને કદાચ મન પર કાબૂ હોય તો તે આપણા રાગદ્વેષની પરિણતિનો છે. એના બદલે આપણે આપણા મન ઉપર ભગવાનના વચનનો કાબૂ રહે એવું કરવું છે. આપણું મન જે કહે તે નથી કરવું, ભગવાનનું વચન જે કહે તે કરી લેવું છે. અનાદિકાળથી મનનું કહ્યું માન્યું તેનું જે પરિણામ આવ્યું તે તો આપણે ભોગવી જ રહ્યા છીએ. હવે ભગવાનનું વચન માનીને જોવું છે. મન કરવાનું કહે અને વચન ના પાડતું હોય તો નથી કરવું, મન ના પાડતું હોય પણ વચન કહેતું હોય તો કર્યા વગર રહેવું નથી. મનના કહેવાથી બોલવું, એના કરતાં વચનના કારણે મૌન રહેવું સારું. સંસારનાં ઘણાં કાર્યો જરૂરી લાગ્યાં તો મન વગર પણ કરીએ છીએ ને? નોકરી કરવાનું મન ન હોય તોપણ કરીએ ને ? તો ભગવાનનું વચન જે કહે છે તે તો એકાન્ત હિતકર છે, સારું છે – એમ સમજીને મન વગર કરવામાં આવે તોય શું વાંધો છે ?
* અશુભનો અનુબંધ જ ખરાબ છે એવું નથી, બંધ પણ ખરાબ જ છે. પહેલાં તો બંધ જ ન થાય તેની ચિંતા કરવી છે. કોઈ સંયોગોમાં બંધ ન જ ટળી શકે ત્યારે અનુબંધની ચિંતા કરી લેવી. કોઈ માણસનો અકસ્માત થયો હોય અને રસ્તા પર પડ્યો હોય ત્યારે પાછળથી ગાડી આવે અને એના માથા ઉપરથી ફરી વળવાની તૈયારી હોય તેવા વખતે પેલો માથું ખસેડી લે અને ગાડી પગ ઉપરથી ફરી જાય, માથું બચે અને પગ જાય, તેવા વખતે શું કહેવાય ? પગ ઉપરથી ગાડી ફરે તે સારું કે માથા ઉપરથી ગાડી ફરે તે સારું ? એકે ઉપરથી ન ફરવી જોઈએ ને ? અને છતાં ફરે જ તો માથા ઉપરથી તો ન જ ફરવી જોઈએ ને? પગ પર ફરે તો ચાલે – એવું નહિ ને ? તેમ બંધ
શ્રી દર્શનશુદ્ધિ પ્રકરણ
૫૫
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org