________________
કાઢવા માટે આવેલા આપણને આપણા આત્માના દોષો વીણી-વીણીને બતાવે ત્યારે માઠું લાગે તો આપણું ભાગ્ય પરવાર્યું એમ સમજી લેવું.
સ. ભગવદ્ ! અનાદિકાળના સંસ્કારના કારણે માયાદોષ પડેલો જ છે તો તેને કાઢવા માટે શું કરવું?
ગુર્નાદિક દોષો બતાવે ત્યારે પ્રેમથી સાંભળતાં શીખી લેવું. દોષોનો સ્વીકાર કરતાં આવડશે તો માયાદોષ ટળશે. ગુર્નાદિક ખોટો ઠપકો આપે તોપણ સ્વીકારી લેવો છે. માયા કાઢવી હશે તો અહીં સુધીની તૈયારી કેળવવી પડશે. માયા કાઢવી છે ખરી ? કે રાખવી છે? કે પછી માયા છે જ નહિ ?
સ. નીકળી જાય તો સારું!
એનો જાપ જયેથી માયા નીકળે ખરી ? ઘરમાંથી કચરો નીકળે તો સારું એવો જાપ જપો કે ઝાડું લઈને ફરી વળો? માયા તો એવી કજાત છે કે જાતે નીકળે એવી નથી, એને ધક્કો મારીને કાઢવી પડશે. મારા ગુરુમહારાજ કહેતા હતા કે સમાધિના જાપ જપવાથી સમાધિ ન મળે, અસમાધિનાં નિમિત્તો ટાળો તો સમાધિ મળે. દોષ ટાળવાનું સામર્થ્ય તો તમારી પાસે જ છે. આજે એટલો નિયમ લેવો છે કે કોઈ પણ ભૂલ બતાવે તો સ્વીકારી લેવી છે, ખુલાસા કરવા નથી બેસવું. ખુલાસો કરવાની શરૂઆત કરીએ એટલે માયા શરૂ થવા માંડે. માયાનો તંતુ તોડવા માટે ખુલાસા કરવાનું બંધ કરવું છે.
સ. અન્યાય કરે તોપણ ?
શ્રી અંજનાસતીનો ગુનો કેવો અને સજા કેવી ? બાવીસ-બાવીસ વરસ સુધી પોતાનો પતિ જ પોતાને વ્યભિચારિણી માને છતાં કોઈ ઠેકાણે ફરિયાદ નથી કરી. પિયરે પણ નથી ગયાં. સાસરે રહીને જ કોઈ પણ જાતનો પ્રતીકાર કર્યા વિના આ અન્યાય સહ્યો ને ? મનથી પણ જેણે વ્યભિચાર નથી સેવ્યો એવી સતી ઉપર ઘરના જ લોકોએ કેવા આક્ષેપ કર્યા છતાં પોતાના કર્મનો જ દોષ કાઢયો ને ? એ કાંઈ ધર્મ કરવા માટે આવ્યા હતાં કે સંસારનાં સુખ ભોગવવા આવ્યાં હતાં? છતાં આવો અન્યાય સહન કરે ! અને આપણે ધર્મ કરવા આવ્યા હોવા છતાં, આવો અન્યાય કોઈએ કર્યો ન હોવા છતાં ખુલાસા કરવા બેસીએ તેનું કારણ શું? એ મહાપુરુષો હતા, મહાસતી હતાં તેની ના નહિ, પણ તેમના ગુણોનો જાપ જપવાથી ગુણ નહિ આવે. એ મહાપુરુષો માત્ર ગુણ ગાઈને ગુણવાન બન્યા ન હતા, કામ કરીને ગુણવાન બન્યા હતા. રોજ સવારે ઊઠીને શ્રી સીમંધરસ્વામીને વિનંતિ કરીએ કે આ ભરતે આવો. પરંતુ ભગવાન આવે તો પણ
૫૦
શ્રી દર્શનશુદ્ધિ પ્રકરણ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org