________________
આપણે દિક્ષા લઈએ ખરા ? જે જોઈતું નથી તે ભગવાન પાસે માગીએ : આ પણ એક માયા ને ?
સ. ચૈત્યવંદનમાં એવું શા માટે લખ્યું છે ?
ભાવ લાવવા માટે કહ્યું છે, માયા કરવા માટે નહિ. આજે ભાવ લાવવાનું તો કપરું છે જ, પણ ભાવ લાવવાનો અધ્યવસાય કેળવવો એ પણ ખૂબ કપરું છે! આથી ભાવ કેળવવાનું આલંબન આપ્યું. કોઈ પણ વ્યક્તિ આપણા દોષ બતાવે તો કહેવું કે - “એ માટે જ નીકળ્યો છું, જે દોષ દેખાય તે આજે જ બતાવી દેજે, બીજે-ત્રીજે દિવસે નહિ.” આજે આપણી તો એવી કફોડી હાલત છે કે – આવ્યા'તા પોતાના દોષો દૂર કરવા અને બીજાના દોષો જોવાની શરૂઆત કરી દીધી છે. ગુનો બતાવનાર પર ગુસ્સો આવે તો ગુનો માનતા નથી – એમ જ માનવું પડે ને? આત્મપ્રેક્ષણ કરવા આવેલા પરપ્રેક્ષણ કરવા બેસી જાય તો શું પરિણામ આવે? જેને ગુનો કાઢવો જ છે, તે તો ગુના બતાવનાર મળે તો રાજી થાય ને? આજે બીજાનો દોષ બતાવવાની તક મળે તો રાજી રાજી થઈ જાય અને પોતાના દોષ ઉઘાડા પડે તો ક્ષોભ થાય - એ શું સૂચવે છે ? આપણા ભગવાન માયા વગરના હતા. તીર્થંકર થવા પહેલાં, કેવળજ્ઞાન પામવા પહેલાં, રસ્તે રખડતા લોકોએ અરે ! તુરે ! કહીને તિરસ્કાર કર્યો, જારપુરુષ, ગુપ્તચર પુરુષ જેવા છેલ્લી કોટિના આક્ષેપો મૂક્યા છતાંય ભગવાન મૌન રહ્યા હતા. નથી પ્રતીકાર કર્યો, નથી બચાવ કર્યો કે નથી ખુલાસો કર્યો. આપણે પણ માયારહિત બનવું છે ને ? તો દોષ છે કે નહિ તે નથી જેવું, દોષ બતાવે તો પ્રતીકાર કરવા ઊભા નથી રહેવું. ગમે તે દોષ બતાવે : મા બતાવે, બાપા બતાવે, ભાઈ-બહેન-પત્નીદીકરા-દીકરાની વહુ-નોકર-ચાકર.... ગમે તે દોષ બતાવે, સ્વીકારી લેવું છે. દીકરાની વહુ પણ કહે કે “કેમ મોડા આવ્યા?' તો ખુલાસો કરવાને બદલે કહેવું કે “સાચી વાત છે, મોડું થયું છે, કાલે ધ્યાન રાખીશ!'
સ. પ્રતીકાર ન કરીએ તો ગુનેગાર માને ને ?
લોકોની દષ્ટિએ ભલે ગુનેગાર ઠરીએ, જ્ઞાનીની દષ્ટિએ કેવળજ્ઞાની બની જઈશું, માયારહિત બની જઈશું. શ્રી અંજનાસતીએ પ્રતીકાર કર્યો? શ્રી સુદર્શન શેઠે પ્રતીકાર ન કર્યો તો શું થયું? શ્રી ખંધકમુનિએ પ્રતીકાર ન કર્યો, શ્રી ગજસુકુમાલ મુનિએ પ્રતીકાર ન કર્યો તો શું થયું ?
શ્રી દર્શનશુદ્ધિ પ્રકરણ
૫૧
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org