________________
સ. ઉપેક્ષા કહો, નફરત ન કહો.
તમારે માટે નરમ શબ્દ વાપરું તેનો મને વાંધો નથી, પણ પદાર્થમાં ફરક નથી પડવાનો. તમારો છોકરો તમારી ઉપેક્ષા કરે તો તમે એને ઉપેક્ષા કહો કે નફરત કહો ? તપ ન કર્યાનું દુઃખ થાય, ક્રિયા ન કર્યાનું દુઃખ થાય પણ ગાથા ન થાય તો દુ:ખ ન થાય ને ? જેને કેવળજ્ઞાન જોઈએ તે જ્ઞાનની ઉપેક્ષા કરે ? અમારે ત્યાં જૈનેતર પંડિતો ભણાવવા આવતા ત્યારે અમે ભણવામાં આળસ કરીએ તો અમને કહેતા કે “મહારાજ ! આપકો કેવલજ્ઞાન ચાહીયે તો પઢતે કર્યો નહિ ?' જે જૈનેતર વિદ્વાનોને સમજાય છે તે આજનાં સાધુસાધ્વી પણ ન સમજી શકે તો તે કઈ દશા કહેવાય ? કેવળજ્ઞાન પામવા માટે પાંચ ગાથાનો નિયમ લેવો છે ? શ્રુતજ્ઞાન પરિપૂર્ણ થયા પછી પણ કેવળજ્ઞાન ન મળે ત્યાં સુધી આ અજ્ઞાન જીવતું રહે છે. અને આપણા ભગવાન આ અજ્ઞાનદોષથી રહિત હોવાથી આપણા માટે પૂજ્ય છે.
* અરિહન્તપરમાત્માની સ્તવના કરનારે આ અઢાર દોષો ગમે છે કે નહિ તે વિચારવાની જરૂર છે. અજ્ઞાનજેવો દોષ પણ આપણને ગમે છે ને ? જ્ઞાન ભણનારનો વિકથાનો રસ નિચોવાઈ જાય છે અને ગુરુભગવન્તના કહ્યા પ્રમાણે કરવું પડે છે : એ ફાવતું નથી. જેને અજ્ઞાન ગમે તેને ભગવાન કઈ રીતે ગમે ? જેને જ્ઞાન ગમે, કેવળજ્ઞાન ગમે તેને પરમાત્મા પ્રત્યે પ્રેમ જાગ્યા વગર ન રહે.
સ. જ્ઞાનાવરણીયકર્મ ભારે હશે!
જ્ઞાનાવરણીયકર્મ નહિ, મિથ્યાત્વમોહનીયકર્મ ભારે છે તેથી ભણવાનું ગમતું નથી. ક્ષયોપશમ નથી માટે નથી ભણતા એવું નથી. માષતુષમુનિ કરતાં આપણો
યોપશમ સારો છે ને? છતાં નથી ભણતા તે શેના કારણે ? ભણ્યા વિના નહિ જ ચાલે – આવો અધ્યવસાય નથી માટે. તપનો અધ્યવસાય જેટલો છે તેટલો ભણવાનો અધ્યવસાય નથી. જે નડતું નથી તેના પર ભાર નથી આપવો, જે નડે છે તે કર્યા વગર નથી રહેવું. સમર્થ જ્ઞાની એવા આચાર્યભગવન્ત મળ્યા પછી પણ અજ્ઞાની રહ્યા તેનું કારણ આપણી જ્ઞાન પ્રત્યેની નફરત જ છે ને ? તપમાં તો શ્રદ્ધા છે કે અઠ્ઠમ કે તેનાથી આગળના તપમાં દેવતા સહાય કરે. જ્યારે અહીં જ્ઞાન ભણવામાં ગુરુભગવન્ત સહાય કરે છે છતાં નથી જોઈતું.
સ. દેવતાઓ સહાય કરે – એ વાત સાચી ?
આપણે ભગવાનની આજ્ઞા પાળતા હોઈએ અને દેવો ઉપયુક્તદશામાં હોય તો આવે ય ખરા. એ સમકિતી દેવોને પોતે ભગવાનની આજ્ઞા નથી પાળી શકતા તેનું દુઃખ
શ્રી દર્શનશુદ્ધિ પ્રકરણ
Jam Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org