________________
દેવતત્ત્વ :
છઠ્ઠી ગાથાથી દેવનું સ્વરૂપ બતાવે છે કે – ચોત્રીસ અતિશયથી યુક્ત હોય, અષ્ટ મહાપ્રતિહાર્યથી જે શોભતા હોય અને અઢાર પ્રકારના દોષથી જે રહિત હોય તે દેવ છે – એમાં કોઈ સંદેહ નથી.
* ભગવાનના સ્વરૂપમાંથી પણ આપણને ક્યા ગુણો ગમે ? ઔદયિકભાવના કે ક્ષાયિકભાવના? ભગવાનના પુણ્યમાં મહાલવાનું ગમે કે ક્ષાયિકભાવ પામવાનું ગમે ? ભગવાનની છાયામાં સુખ લાગે છે, પણ ભગવાનની આજ્ઞામાં દુઃખ લાગે છે ને ? ભગવાનના સમવસરણમાં ભૂખ ન લાગે એ યાદ રહી જાય પણ સમવસરણમાં જવાથી સંસાર છૂટી જાય છે-એ યાદ ન રહે ને ?
સ. અષ્ટમહાપ્રાતિહાર્યને ગુણ કેમ કહ્યા?
ગુણ એટલે ધર્મ, સ્વભાવ. અરિહંત પરમાત્મા તીર્થંકર નામકર્મના ઉદયથી જ થાય છે. અરિહંત પરમાત્મા સંસારી જ હોય મુક્ત ન હોય. આથી તીર્થંકર નામકર્મના યોગે મળતા હોવા છતાં તેને ગુણ કહ્યા. આ આત્માના ગુણ નથી, અરિહંતપણાના ગુણ છે. કારણ કે તીર્થંકરનામકર્મ ખપી ગયા પછી આ ગુણ નથી હોતા.
* વીતરાગપરમાત્માના શાસનમાં કોઈ પણ તત્ત્વનું નિરૂપણ એટલા જ માટે કરવામાં આવે છે કે જેથી એમાંથી જે સારું તત્ત્વ હોય તેને પામવા માટે આપણે પ્રયત્ન કરીએ અને જે ખરાબ તત્ત્વ હોય તેને છોડવા માટે આપણે પ્રયત્ન કરીએ. માત્ર વાતો કરીને ઘરભેગા થવા માટે આ તત્ત્વનું નિરૂપણ નથી.
* પરમાત્માનું ઔદયિકભાવનું સ્વરૂપ તો અદ્ભુત હોવાથી તે આપણને ગમે એવું છે. ક્ષાયિકભાવનું સ્વરૂપ આપણને ગમી જાય એવું કરવું છે. શ્રી યશોવિજયજી મહારાજાએ ચોથી બત્રીસીની પહેલી ગાથામાં જણાવ્યું છે કે “હે ભગવન્! અષ્ટમહાપ્રાતિહાર્યાદિ રિદ્ધિના કારણે, વિભૂતિના કારણે અમે આપને મહાન નથી માનતા, કારણ કે એ બાહ્યવિભૂતિ અંબઇ તાપસની જેમ માયાવીમાં પણ હોય છે. આપણી નજર ઔદયિકભાવ ઉપર જ ચટેલી હોવાથી આપણે સમ્યગ્દર્શન પામી નથી શકતા. ભગવાનનું પણ પુણ્ય જ ગમે ને ક્ષાયિકભાવ ન ગમે ત્યાં સુધી દેવને દેવ તરીકે ઓળખ્યા ન હોવાથી સમ્યકત્વ ક્યાંથી આવે ? આજે દેવને, ગુરુને કે ધર્મને સાચી રીતે ઓળખવાનું કામ આપણે નથી કર્યું, આથી જ સમ્યત્વ પામી નથી શકાતું. જે
શ્રી દર્શનશુદ્ધિ પ્રકરણ
૩૯
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org