________________
વખતે સાધુપણું યાદ આવે તો નિર્જરાની શરૂઆત થવા માંડે. તેઓશ્રીએ સર્પ કરડ્યા પછી પણ પુષ્પ નીચે ન મૂક્યું, આપણને ખંજવાળ આવે તોપણ નીચે મૂકી દઈએ ને ? પરિષહ વેઠવાનો પરિણામ હોય તો નિર્જરા થાય. પરિષહ ટાળવાનો પરિણામ હોય તો નિર્જરા ન થાય.
* જ્યાં સુધી સંસારના સુખની ઈચ્છા પડી હશે ત્યાં સુધી શાંતિ નહિ મળે. ઈચ્છામાં અશાંતિ છે ; ઈચ્છાના નિરોધમાં, ઈચ્છાનાશમાં જ શાંતિ છે. ચારિત્ર મળ્યા પછી દુઃખમાં ય શાંતિ હોય અને આપણને સુખમાં ય અશાંતિ છે તેનું કારણ વિચાર્યું ?
* સાધુભગવન્તને સમાધિની ચિંતા હોય નહિ. ગમે તેવો જીવલેણ રોગ આવ્યા પછી પણ સારા થવાની ઈચ્છા ન રાખે અને ખરાબ કરવું નથી એવી ઈચ્છા હોય તેને સમાધિ હસ્તગત હોય. સાધુપણામાં સમાધિનું પૂછવું તે સાધુપણાનું અપમાન છે. સાધુ તો સમાધિમાં હોય જ.
* આજે દુઃખ દૂર કરનારાં સાધનો જેટલાં સચવાય છે તેટલાં કર્મ દૂર કરવાનાં સાધનો સચવાતાં નથી. આનું જ નામ ઔદયિકભાવ. ઔદયિકભાવથી નજર ખસેડવા માટે સમ્યકત્વની જરૂર છે.
* જમણવારની વ્યવસ્થા સારી ક્યારે લાગે ? તમને વ્યવસ્થિત જમવા મળ્યું હોય તો વ્યવસ્થા એકદમ સરસ લાગે ને ? જમવાનું આપણને મળે તો સારું ને દીક્ષા બીજાને મળે તો સારું! આનું જ નામ ઔદયિકભાવ. અપ્રશસ્તમાર્ગમાં બીજા સામે નજર જાય તે ક્ષયોપશમભાવ અને પોતાની સામે નજર જાય તે ઔદયિકભાવ. પ્રશસ્તભાવમાં જાત સામે નજર જાય તે ક્ષયોપશમભાવ અને બીજાની સામે નજર જાય તે ઔદયિકભાવ. સુખ બીજાને મળે તો સારું અને ગુણ આપણને પહેલાં મળે તો સારું એનું નામ યોપશમભાવ. ગુણ બીજાને મળે તો સારું અને સુખ મને મળે તો સારું આનું નામ ઔદયિકભાવ.
* સંસાર છોડવાનો સહેલો છે, સંસાર ઓળખવાનો આકરો છે. મોક્ષ મેળવવો આકરો નથી “મોક્ષ જોઈતો નથી' આ પરિણામ ટાળવો આકરો છે. એકવાર સંસાર અને મોક્ષનું સ્વરૂપ જો ઓળખાઈ જાય તો કોઈની તાકાત નથી કે સમ્યકત્વ કે ચારિત્ર પામતાં અટકાવે.
શ્રી દર્શનશુદ્ધિ પ્રકરણ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org