________________
ચૌદ ગુણસ્થાન
સ્વાભાવિક રીતે સાથ છે. આથી જ રાજ માંથી પાછા
રહ્યો છે એટલે સુખ પ્રાપ્ત થતાં જ તેને દુઃખ જેવું જ ધિક્કારવા લાયક માની લેવા તે લાચાર બનશે. પરિણામે તેને ભદ્રેગ દૂધના ઊભરા જેવું બની રહે.
દ્રવ્ય-અભિગ્રહપાલન : વિશિષ્ટ કોટિના આધ્યાત્મિક જીવનમાં મસ્તાન રહેતા મહામુનિઓને આહારદિના દાન વગેરે દ્રવ્યાભિગ્રહો કરવા એ ગ–બીજ છે.
સમ્યકૃત્વ ભાવની પ્રાપ્તિની નજદીકમાં આવી ચૂકેલા આત્માઓનું માનસવલણ સ્વાભાવિક રીતે જ એવા મહામુનિઓ તરફ, સદાચારી જીવન તરફ ઢળી રહેતું હોય છે. આથી જ સાંસારિક પ્રવૃત્તિમાં કયારેક ઘસારો વેઠીને પણ તેઓ મહામુનિના દાનાદિ ધર્મોથી પાછા હટતા નથી. જેમ આ આત્માઓ પ્રભુ-ભક્તિમાં ઘેલા બને છે તેમ મુનિ-ભક્તિમાં પણ ગાંડા બને છે તેથી જ તેમના જીવનમાં તે સંબંધિત અનેક દ્રવ્યાભિગ્રહનું પાલન થતું હોય છે. આવા આત્માઓમાં દીનદુખિતે ઉપર અત્યંત દયાભાવ હોય છે. એટલે તેઓ સાર્વજનિક ઉપગમાં આવતી સંસ્થાઓમાં પણ દાનાદિ દેતા હોય છે. દીને દ્ધાર માટે દાનશાળાદિ લાવવા તરફ પણ તેમની સુરુચિ રહ્યા કરે છે. દ્વા. દ્વા. માં આપણા ગ્રંથકાર પરમર્ષિ જણાવે છે કે પુષ્ટાલંબનને આશ્રયીને વાવ-કૂવા–દાનશાળાદિ કરાવવા પડે તો પણ તેનાથી જિનશાસનની ઉન્નતિ થાય અને અન્ય જીવોમાં ધર્મ-પ્રશંસા રૂપ બીજનું આધાન થાય અને અનેક માનવે ઉપકાર કરીને અનુકંપા-ધર્મ બજાવવાની તક પણ મળે છે, તેથી આવા દાનાદિમાં મુખ્ય હેતુ તે તે આત્માને શુભાશય જ હોય છે.
વળી ભગવંતે પણ દાનને ધર્મનું મુખ્ય અંગ કહ્યું છે અને તે માટે તે ભગવંતે પણ ચારિત્ર્યધર્મ અંગીકાર કરતાં એક વર્ષ સુધી દાન દીધું હતું.
વિધિ-સિદ્ધાંત લેખન : જગતના વાસ્તવિક સ્વરૂપને જણાવતું અને હેય-ઉપાદેય તને વિવેક કરતું શાસ્ત્ર તે જ સિદ્ધાંત. એવા સિદ્ધાંતનું પ્રતિપાદન કરતાં શાસ્ત્રો લખાવવા, વંચાવવા, સાંભળવા વગેરે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org