________________
૧૨
ચૌદ ગુણસ્થાન
આવશ્યકસૂત્રની ચૂર્ણિ વગેરેમાં કહ્યું છે કે શક્ય હોય ત્યાં સુધી શ્રાવકે પોતાના સ્વજનાદિ પરિવારને એ વિનીત બનાવ જોઈએ જેથી તેને ક્યારે ય ક્રોધથી વધ-બંધાદિ સકારણ પણ કરવાની. જરૂર ન પડે. વળી • શક્ય હોય તે ચાકર-ઊંટ-બળદ વગેરે દ્વારા, ભાડાં વગેરે કરવાને ધંધે પણ નહિ કર જોઇએ, જેથી એ. સંબંધિત અતિચારો લાગે જ નહિ. ૫. ભક્તપાનવ્યવછંદ :
ક્રોધ કે લેભને વશ થઈને પશુ આદિને ખાવા પીવાનું ન. આપવું અથવા અતિ અલ્પ આપવું, બીજે આપતે હોય તેને રોક.. આ અંતરાય કરવાથી અતિસુધાને લીધે પશુ વગેરે મરી જાય. શ્રાવકને તે આચાર એ છે કે પોતે જમવાના અવસરે પિતાનાં નિશ્રાવર્તી સર્વ મનુષ્ય-પશુ આદિના ભજનની વ્યવસ્થા કરીને ભોજન. કરવું જોઈએ.
હા, પશુ આદિના ગાદિના કારણે તેમને ભૂખ્યાં રાખવાં પડે. તે તે અતિસાર રૂપ નથી. અપરાધીને પણ મેંએથી કહે કે, આજે તને ખાવાનું નહિ મળે. પણ છતાં તેને ભૂખે તે ન જ રાખે.
પ્ર. પચ્ચખાણ તે સ્થૂલ હિંસાના ત્યાગનું છે. વધ બંધનના ત્યાગનું પચ્ચ જ નથી પછી વધાદિમાં દેષ કેમ? જે સ્થૂલ હિંસાના પચ્ચ. થઈ જ જતું હોય તે તે વધાદિ કરવાથી વ્રતને ભગ જ. થઈ જાય છે. તમે તે વાતને ભંગ ન કહેતાં વ્રતને અતિચાર રૂપ દોષ (વ્રતની અશુદ્ધિ) જ કહે છે. વળી સ્થલ હિંસાદિના પચ્ચ
ખાણમાં દરેક વ્રતના અતિચારોના પણ પચ્ચખાણું આવી જતા, હોય તે તે ૧૨ જ હિંસાદિ વિરમણદિરૂપ વ્રત ન રહેતાં વધાદિ. વિરમણદિરૂપ અનેક બીજાં વ્રતે પણ થઈ જશે. આમ થતાં ૧૨ વ્રતને સંખ્યા નિયમ તૂટી જશે. એટલે વધાદિને સ્થૂલ હિંસાદિના વિરમણની પ્રતિજ્ઞામાં ગણી શકાય નહિ અને તેથી પ્રતિજ્ઞા બહારના વધાદિ. બનતાં કોઈ વધાદિ કરે તે તેને વ્રતભંગને દોષ ન લાગ જોઈ એ. તેમ અતિચાર પણ ન લાગવા જોઈએ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org