________________
૧૯૦
ચૌદ ગુણસ્થાન
જ્યારે શ્રાવક સંકલ્પપૂર્વકની જ હિંસા નથી. કરતે અલ્પ પણ આરંભાદિ વિના તેને જીવન નિર્વાહ શક્ય નથી. એટલે તેને હિંસાને સંકલ્પ ન હોય તે પણ આરંભાદિમાં ત્રસની હિંસા થઈ જ જાય છે. આમ શ્રાવક ત્રસ જીની પણ સંકલ્પપૂર્વકની હિંસા જ નથી કરતે આરંભમાં તે કરે છે માટે ત્રસના ૧૦ વસામાંથી પ દૂર થતાં ૫ વસાની દયા જ રહીં.
વળી ત્રસ જીવની સંક૯પથ હિંસાના ત્યાગરૂપ ૫ વસાની દયા પણ તે પૂરી પાળી શકતું નથી કેમ કે અપરાધી ત્રસ જીવેની તે તે શ્રાવક સંક૯પપૂર્વક હિંસા કરે છે એટલે અપરાધ અને નિરપરાધ બે પ્રકારના ત્રસ જીવેની સંકલ્પના પૂર્વક હિંસામાંથી સાપરાધની હિંસા તે તે કરે છે માટે ૫ વસામાંથી રાા વસા દૂર થતાં રા વસાની જ દયા રહ. અર્થાત્ શ્રાવક નિરપરાધી ત્રસ જીવેની સંકલ્પપૂર્વક હિંસા -નકરવાના રા વસા પ્રાપ્ત કરે છે.
પણ હજુય એ રા વસાના અડધા થઈ જાય છે. નિરપરાધી છાની હિંસા પણ સકારણ અને નિષ્કારણ એમ બે પ્રકારે હોય છે. ઘડા વગેરે નિરપરાધો જીવ તોફાની હોય છે અથવા પુત્ર અસદાચારી હોય તે તેના હિતની દષ્ટિએ તે નિરપરાધી છતાં તેવા કઈ કારણે તેમને મારપીટ કરવા વગેરેની હિંસા કરવી પડે છે.
એટલે નિરઅપરાધી જીવમાં પણ નિષ્કારણ નિરઅપરાધી જીવન તે હિંસા કરતે નથી કિન્તુ સકારણ તે નિરઅપરાધ જીવની પણ હિંસા કરે છે માટે રાા વસામાંથી ય અડધા (૧) વસા દૂર થતાં શ્રાવકની ૧ વસાની જ દયા રહે છે. નિષ્કારણ–સંક૯પપૂર્વક-નિરપરાધ-ત્રસ– જીવની હિંસા ન કરવારૂપ ૧ વસાની જ દયા ઉત્કૃષ્ટ શ્રાવક પાળી શકે છે (૧ વસાની દયા એટલે રૂપિયામાં એક આના જેટલી દયા)
જ્યારે સાધુ તે વીસે વીસ વસાની પૂર્ણ અહિંસાના હોય છે. અર્થાત તેઓ સકારણ કે નિષ્કારણ, નિરપરાધી કે સાપરાધી, સંકલ્પપૂર્વક કે સંક૯પ વિના ત્રણ કે સ્થાવર કોઈ પણ જીવની હિંસા કરતા નથી.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org