________________
ચૌદ ગુણસ્થાન
૨૦૧
મૃષાવાદને ત્યાગ કરવાથી વિશ્વાસ, યશ અને ઈષ્ટસિદ્ધિ વગેરે અનેક લાભ થાય છે, પિતે બોલેલું બીજાને પ્રિય લાગે છે. બીજાઓ સત્યવાદીનું વચન કબૂલ કરે છે. તેનું વચન અમેઘ (અનિષ્ફળ) હેય છે. કહ્યું છે કે, “સત્યથી સર્વમત્રે સર્વાગ સિદ્ધ થાય છે. ધમાંદિ ૩ ય પુરુષાર્થ સત્યને આધીન છે. અને રાગ-શેકાદિ સત્યથી નાશ પામે છે. વળી યશનું મૂળ, વિશ્વાસનું પરમ કારણ સ્વર્ગનું દ્વાર અને સિદ્ધિનું પાન આ સત્ય જ છે.”
બીજાએ ન જતિમાં
કર તા
ભય શરીર સ
શ્રી સંધ સિત્તરી પ્રક. શ્રાદ્ધવ્રતાધિકારની ૨૩ થી ૨૫મી ગાથામાં મૃષાવાદિતાના ફળ બતાવતાં કહ્યું છે કે, “મૃષાવાદિ જે જે જાતિમાં ઉત્પન્ન થાય ત્યાં ત્યાં અપ્રિયભાષી થાય. બીજાએ નિષ્કારણ તેને તિરસ્કારાદિ કરે, તે સારું કરે તે ય તેને યશવાદ ન થાય, તેને દુર્ગધીભયું શરીર મળે, તેનું બેલેલું કોઈને ન ગમે, ભાષા કડવી કઠોર હેય, તે બુદ્ધિહીન-મૂર્ખ બેબડે-તેતડે હોય. અરે ! આ જન્મમાં પણ અસત્યવાદી જવા છેદ–જેલ-ફાંસી વગેરે અનેક પીડાઓ પામે, અપયશ મેળવે, નિર્ધન થઈ જાય.
બીજા વતની ભાવના : અરે ! થોડું પણ જુઠાણું મનથી પણ જેઓ ચિંતવતા નથી ! તે ય સમગ્ર જીવનની કઈ પણ પળમાં ! સત્યમાં જ જેમનું જીવન ઓતપ્રોત છે, તે સર્વ મહનીય મુનિ- ભગવતેને પુનઃ પુના વંદના.
બીજા વતનીકરણી : (૧) જે બોલવું તે બીજાને હિતકર હોય તે જ બેસવું. (૨) તે પણ સાંભળનારને પ્રિય થાય તે રીતે બલવું. (૩) અપાત્રને સારી રીતે સમજાવતાં પણ વધુ નુકસાન થતું લાગે તે કાંઈ જ ન કહેવું. (૪) કન્યા વગેરે સંબધમાં બેટી સલાહ
આપવી નહિ. (૫) કેઈની થાપણું એાળવવી નહિ. (૬) જુઠ્ઠી સાક્ષી • ભરવી નહિ. (૭) દેખીતી રીતે સાચું લાગે તેવું પણ આત્મવંચનાપૂર્વક બેલવું નહિ, કેમ કે વસ્તુતઃ તે અસત્ય જ છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org