________________
ચૌદ ગુણસ્થાન
૨૨૭
૧. દુષ્ટધ્યાન ખરાબ અધ્યવસાયનું સ્થિરતાપૂર્વક ચિંતન કરવું. આ અપધ્યાન આતં અને રૌદ્ર એમ બે પ્રકારે છે. “ઋત” એટલે દુઃખ, તેનાથી જે દુધાન થાય તે આર્તધ્યાન અને બીજાને રેવડાવે તે રૂદ્ર (દુઃખનું કારણ) તેવા રૂદ્રનું જે દુષ્ટધ્યાન તે રોદ્રધ્યાન.
આ બન્ને ય ધ્યાન એક અંતર્મુથી વધારે કાળ સુધી ન કરવા એવી પ્રતિજ્ઞા કરવી એ આ વ્રતનું સ્વરૂપ છે. (મુહૂર સુધી થઈ આવતાં દુર્ગાનમાંથી બચવાને અભ્યાસ થાય પણ તેને રેકી દેવાનું દુ:શક્ય હેવાથી “ન કરવાની પ્રતિજ્ઞા ન કરાય.)
૨. પાપકર્મોપદેશ : જેનાથી જીવ નારકાદિ દુર્ગતિમાં જાય તે પાપ કહેવાય. તેના જનક ખેતી વગેરે પાપકર્મ કહેવાય. તેવા પાપકર્મની ખેતી કરે, દમન કરે, શત્રુને હણ નાંખે, યન્ત્રો ચાલુ -કરે વગેરે સલાહ આપવી તે પાપકર્મોપદેશ કહેવાય.
ગશાસ્ત્રમાં કહ્યું છે કે આવો પાપશ દાક્ષિણ્યતા વિના તે કરે જ નહિ. (શ્રાવકને અપવાદમાગે સ્વજનાદિને દાક્ષિણ્યતાદિના કારણે ક્યારેક તે ઉપદેશ કરે પડે છે.)
૩. હિંસાકર્ષણ: જેની હિંસા કરે તેવા ઘંટી, કેશ, કુહાડા વગેરે શસ્ત્રો (અધિકરણ) તથા અગ્નિ પ્રગટાવવાનાં સાધનો, ઝેરી વસ્તુઓ વગેરે ઉત્સર્ગથી કોઈને ન આપવાં જોઈએ. પૂર્વોક્ત રીતે દાક્ષિણ્યતાથ આપવાં પડે તે શ્રાવક તેની જયણા રાખે.
૪, પ્રમાદાચરણું : મધ, વિષય, કષાય, નિદ્રા, વિકથા એ પાંચ પ્રકારના પ્રમાદ કહ્યા છે. આ પાંચના સેવનને પ્રમાદાચરણ કહેવાય છે.
બેદરકારીથી દૂધ વગેરેનાં ભાજને ખુલ્લાં રાખવાં, જાણીને નિર્જીવ માર્ગ છેડીને વનસ્પતિવાળા માર્ગે ચાલવું, ગમે તેમ પાણી વગેરે બારીએથી ફેંકવું, ઈ થઈ ગયા પછી પણ ઈમ્પણ વગેરેને ચાલુ રાખવા ઈત્યાદિ પ્રકારના અનેક પ્રમાને પાપભીરૂ શ્રાવકે અવશ્ય નિવારવા જોઈએ. અનર્થદંડથી કેઈ ઈષ્ટસિદ્ધિ થતી નથી એ વાત ખ્યાલમાં રાખીને તેનાથી વિરામ પામવું જોઈએ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org