________________
૩૧૦
ચૌદ ગુણસ્થાન ૭ મી પ્રતિમા વહન કર્યા બાદ ૧ લી ૭ અહેરાત્રની ૮મી. પ્રતિમા સ્વીકારે. તેમાં એકાન્તરે નિર્જલ ઉપવાસ કરે. પારણે ઠામચોવિહાર આયંબિલ કરે. આઠમી પ્રતિમામાં દત્તિને નિયમ નથી. આ પ્રતિમામાં સૂતાં, બેસતાં, કે ઊભા રહીને સર્વપ્રકારના ઉપસગદિને સહે.
૭ અહેરાત્રની બીજી પ્રતિમા ૧ લી ૭ અહિરાત્રિ તુલ્ય છે. માત્ર વિશેષમાં આ પ્રતિમામાં મસ્ત અનેક પાનીના જ આધારે (વચ્ચે સાથળ-વાસાથી અધધર) રહીને અથવા વાંકા લાકડાની જેમ કેવળ પીઠના આધારે (મસ્તક-પગ જમીનને ન સ્પર્શે તેમ) રહીને અથવા દંડની જેમ પગ લાંબા કરીને સૂઈ રહીને ઉપસર્ગાદિ સહન કરે.
ત્રીજી ૭ અહેરાત્રની પ્રતિમા પહેલી બે ૭ અહોરાત્રની પ્રતિમા તુલ્ય છે. માત્ર તેમાં ગોહિકા આસને ઊભડક બેસવાનું અથવા વરસનથી (ખુરશી ઉપર બેઠા હોય તેમ-ખુરશી વિના) બેસવાનું હોય છે. અથવા કેરીની જેમ વર્ક શરીરે બેસવાનું હોય છે.
ત્યાર પછી ૧ અહેરાત્રિની ૧૧ મી પ્રતિમા આવે છે. તે પણ પૂર્વોક્ત પ્રતિમાતુલ્ય છે. વિશેષ એટલે કે તેમાં બે ઉપવાસ-આગળપાછળ એકાશનપૂર્વક કરવાના હોય છે. આ પ્રતિમા એક અહોરાત્ર સુધી પાળીને પછી બે ઉપવાસ કરવાના હેવાથી ત્રણ દિવસે પૂર્ણ થાય. બે ઉપવાસની આગળ પાછળ ઠામવિ. એકા. કરવાનું) અહીં ગામ કે શહેરની બહાર કાઉસગ્ગ મુદ્રાની જેમ હાથ લાંબા કરીને. ઊભા રહેવાનું હોય છે.
એ જ રીતે ૧૨ મી શત્રિકો પ્રતિમામાં અઠમને તપ કરવાને હોય છે. ગામની બહાર જઈને સિદ્ધશિલાની સામે અનિમેષ દૃષ્ટિ જોડીને ઊભા ઊભા તેનું પાલન કરવાનું હોય છે. અથવા તે નદી. વગેરેના કાંઠા વગેરે વિષમ ભૂમિએ ઊભા રહી કેઈ એક પદાર્થ ઉપર ખુલી દષ્ટિથી નેત્રે એકદમ સ્થિર કરવાનાં હોય છે. આ બારમી પ્રતિમા વહન કરતાં અવધિ-મન પર્યવ કે કેવળજ્ઞાનાદિમાંથી કોઈ પણ એક જ્ઞાન પ્રગટે છે. આ પ્રતિમાનું પાલન રાત્રિએ કરવાનું
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org