________________
ચૌદ ગુણસ્થાન
૨૩૭ એક કાળે ઉકૃષ્ટથી એક જીવને ર૦ પરિષહ (શીત-ઉષ્ણ બેમાંથી એક કાળે ગમે તે એક જ હોઈ શકે. વિહાર-વસતિ એ બેમાંથી પણ એક કાળે ગમે તે એક જ હોઈ શકે માટે) હેય.
યતિધર્મના આ ૯ વિશિષ્ટ કર્તવ્યનું ભાવપૂર્વક નિર્મળ મનથી પાલન કરનારને પ્રાપ્ત થએલા ચારિત્રના અધ્યવસાયનું રક્ષણ થાય છે, અપ્રાપ્તની પ્રાપ્તિ થાય છે. માટે તેનું યથાવિધ પાલન કરવું જ જોઈએ. જે વ્રતે સ્વીકારવા માત્રથી જ પરિણામ પ્રાપ્તિ-રક્ષા–વૃદ્ધિ થતાં હોય તે દ્રવ્યસંયમી અભવ્યને પણ તેમ થવું જોઈતું હતું. માત્ર સામાયિક ચારિત્રથી પણ મુક્તિ થઈ શકે કિન્તુ તે રાજમાર્ગ નથી. રાજમાર્ગ તે મહાવતે સ્વીકારવા રૂપ છે પસ્થાપના નામના બીજે પ્રકારના ચારિત્રને સ્વીકારીને ગુજ્ઞાપાલનપૂર્વક ગુ. સ્થાની વૃદ્ધિ કરવી તે જ છે. તે માટે જ ગચ્છવાસાદિ ૯ વિશિષ્ટ કર્તવ્યનું પાલન કરવાનું છે.
પ્ર. તમે ચારિત્રધર્મને આટલું બધું મહત્ત્વ કેમ આપે છે ? શાસ્ત્રમાં તે કહ્યું છે કે ચારિત્ર વિના પણ મુક્તિ થાય છે. સમ્યગ્દર્શન વિના કદી મુક્તિ થતી નથી.
ઉ. ત્યાં ચારિત્રથી દ્રવ્યચારિત્ર લેવાનું છે. અર્થાત્ દ્રવ્યચારિત્ર વિના પણ ભરતાદિને જેમ મુક્તિ થઈ શકે છે પરંતુ સમ્યગ્દર્શન વિના તે કોઈની ય મુક્તિ થતી નથી. પરંતુ અહીં પણ એમ ન સમજવું કે દ્રવ્ય ચારિત્ર અંકિ ચિત્કાર છે કેમ કે ભરતાદિને પણ જે ભાવચારિત્ર પ્રાપ્ત થયેલું તેને લાવી આપનાર તે પૂર્વજન્મનું દ્રવ્યચારિત્ર જ હતુ. વળી આવું પણ કદાચિત્ બને છે માટે રાજમાર્ગો તે દ્રવ્ય ચારિત્ર આવશ્યક જ સમજવું. ઉપરોક્ત વચન નિશ્ચયનયની દષ્ટિનું છે. * સાપેક્ષ યતિધર્મનું ૧૦ મું (અંતિમ) વિશિષ્ટ કર્તવ્ય :
જ સંલેખના-વિધિપૂર્વક દેહ-કષાયે વગેરે જેનાથી ઘસાયક્ષીણ થાય તેવી વિશિષ્ટ કોટિની તપ ક્રિયાને સંલેખના કહેવાય છે. આ વિશિષ્ટ સંલેખના અંતકાળે કરવી તે સાપેક્ષ યતિધર્મ છે. ચૌ. ગુ. ૨૨
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org