Book Title: Chaud Gunsthan
Author(s): Chandrashekharvijay
Publisher: Kamal Prakashan

View full book text
Previous | Next

Page 353
________________ ૨૪૦ ચૌદ ગુણસ્થાન (i) પાદપેગમન-પાઇપ એટલે વૃક્ષ. વૃક્ષની જેમ સર્વ આહાર અને સર્વ ચેષ્ટા ત્યાગીને નિશ્ચલ પડી રહેવું. આ અનશન ૧ લા. સંઘયણવાળાને જ હોઈ શકે છે. આ અનશનના બે પ્રકાર છે. ૧. વ્યાઘાતરહિત :- ઉપર કહ્યું તે પ્રમાણે. ૨. વ્યાઘાત સહિત - સખત વ્યાધિ વગેરેની પીડાથી, સિંહ-- દિના આક્રમણથી ઉત્પન્ન થએલી મહાવેદનાથી હવે આયુને ઉપક્રમ લાગશે (લાંબુ નહિ છવાય) એમ જાણી શકે તેવા ગીતાર્થને જ હોઈ શકે છે. બે ય પ્રકારના પાદપોયગમન અનશન ૧૪ પૂવીની સાથે વિચછેદ પામ્યા છે. (ii) ઈગિનીમરણ-સર્વ આહારના ત્યાગી અને પરિમિત ચેષ્ટાવાળાને આ અનશન હોય છે. આ અનશનની છાયાથી તાપમાં, તાપથી છાયામાં જવા-આવવાની છૂટ–પૂર્વક નિશ્ચિત કરેલા મર્યાદિત પ્રદેશોમાં ચેષ્ટા કરવા છતાં સમ્ય ધ્યાનમાં લીન બનીને પ્રાણેને તજે છે. તેઓ બીજા પાસે સેવા ન કરાવે કિન્તુ સ્વયં પડખું ફેરવે, લઘુ-વડીનીતિ કરે કે ન પણ કરે, દૌર્યબલી પ્રતિલેખનાદિ પણ કરે. (ii) ભક્તપરિઝા : ચારે ય પ્રકારના અથવા પાણી સિવાયના ૩ પ્રકારના આહારને સર્વથા ત્યાગ કરવાથી આ અનશન હોય છે. અહીં સ્વયં પરિકર્મ કરે અને બીજા પાસે પણ કરાવી શકે છે. આ અનશનવાળાને ઉત્કૃષ્ટથી ૪૮ નિર્ધામક (અંતકાળે આરાધના કરાવનાર) હોય છે. એટલા પ્રમાણમાં ન હોય તો છેવટે બે નિર્ધામક તે અવશ્ય જોઈએ. જેમાં એક અનશનીની પાસે રહે અને બીજે આહારપાણની ગવેષણ કરવા બહાર ફરે. સર્વ સાધ્વી, પ્રથમ સંઘયણુરહિત સર્વ સાધુ, સર્વદેશવિરતિધરે પણ આ અનશન કરી શકે છે. . Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 351 352 353 354 355 356 357 358 359 360 361 362