________________
ચૌદ ગુણસ્થાન
૩૪૭
ઉથ-પૂર્વ ક્રિોડ વર્ષ પ્રમાણ મ.થ-જ. અને ઉ.ની વચ્ચે બે કાળ.
અહીં ઉત્કૃષ્ટ યથાલન્દ પાંચ અહેરાત્રિનું થાય છે. કેમ કે આ કહ૫માં તેને જ ઉપયોગ કરવાનું છે. એમાં એ કારણ છે કે શાસ્ત્રોક્ત ભિક્ષા વીથિ (કમ) થી ભિક્ષા લેવા માટે તે પાંચ રાત્રિ દિવસ સુધી જ રહે છે. માટે વિવક્ષિત યથાલન્દ કાળ પૂર્ણ થતાં તેઓ યથાલન્ટિક બને છે.
આ કપ પાંચ પુરુષના સમુદાયવાળો હોય છે. કહ્યું છે કે, એક વીથિમાં ૫ અહોરાત્ર ભિક્ષાર્થે ફરતા હોવાથી ઉત્કૃષ્ટ યથાલન્દ ૫ દિવસને જ થાય અને ૫ પુરુષની જ થાય. યથાલન્દિકેની સર્વ મર્યાદા જિનકલ્પી તુલ્ય જાણવી. માત્ર સૂત્ર-ભિક્ષા અને માસક૫માં જ ભિન્નતા છે.
યથાલબ્દિકો બે પ્રકારના હોય છે છ–પ્રતિબદ્ધ અને ગચ્છ-- અતિબદ્ધ. પ્રત્યેક જિન-સ્થવિર એમ બે બે પ્રકારે હોય છે. યથાલદ કહ૫ પછી જિનક૫ સ્વીકારે તે જિન અને ગચ્છને આશ્રય લે તે સ્થવિર જાણવા.
જેને અર્થજ્ઞાન ટેશથી બાકી હોય તે, તેને પૂર્ણ કરવા ગચ્છને, આશ્રય લે, બીજા જિનકલ્પિક બને.
અર્થગ્રહણ બાકી રહેલું હોય અને ક૯૫ સ્વીકારવા માટેનું શુભ મુહૂર્ત આવી જતું હોય અને બીજું શુભ મુહૂર્ત જલદી ન આવતું હોય તે સંપૂર્ણ સૂત્રાર્થ ગ્રહણ કર્યા વિના પણ તે કલ્પને સ્વીકાર કરે. અને પછી ગુરુ રહેતા હોય તે ક્ષેત્રની બહાર જઈને. રહે, ત્યાં રહીને જ ગુરુ અર્થજ્ઞાન આપે. આ અંગે વિસ્તર-વિધિ પ્રવચન વસ્તુ (૧૫૪૨)માંથી જેઈ લે. જે ક્ષેત્રમાં આ કલ્પવાળા રહે તે ક્ષેત્રની છ શેરીની કલ્પના કરીને એકેકી શેરીમાં પાંચ પાંચ દિવસ ભિક્ષા કરતા ૧ માસ પૂર્ણ કરે. જ્યાંથી ભિક્ષા લે તે -
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org