________________
ચૌદ ગુણસ્થાન
૩૪૫
પૂર્વોક્ત દશધા (ચક્રવાલ) સમાચારમાંથી એક મતે, આવશિયકી, નૈવિક, મિથ્થાકાર, ગૃહસ્થને પૂછવા રૂપ પૃચ્છા અને ગૃહસ્થની ઉપસમ્મદા એ પાંચ જ હેય, અન્ય મતે આવેશ્યિકી, નધિકો અને ગૃહસ્થ પસસ્પેદા એ ત્રણ જ હોય. (તેમના મતે સામાન્યતઃ ગૃહસ્થને પૃચ્છા સંભવિત નથી કેમ કે જિનકલ્પી આરામ–ઉદ્યાનમાં જ રહેતા હોય છે.)
વિકલ્પ અને જિનકલ્પીના સાધના જીવનના વિવિધ પાસાંનું સ્વરૂપ જણાવતાં ૨૭-૨૭ દ્વારે કહ્યાં છે તેનું વર્ણન ગ્રન્થાતરથી જોઈ લેવું.
ર. પરિહારવિશુદ્ધિ: (નિરપેક્ષ યતિધર્મ) આ ચારિત્રવાળા બે પ્રકારે હોય છે. ૧ નિર્વિશમાન : વિવક્ષિત તપ કરતા સાધુ.
૨. નિર્વિષ્ટકાયિક : વિવક્ષિત કલ્પના અનુસારે અમુક તપ પૂર્ણ કરી ચૂકેલા.
આ ક૯૫વાળાઓને સમુદાય ૯ સાધુને હેય. તેમાં ૪ ત૫ કરનારા, ૪ તપસ્વીની વૈયાવચ્ચ કરનાર અને ૧ વાચનાચાર્ય બને. નવે ય કૃતના અતિશયવાળા હેવા છતાં આચાર એ છે કે માંથી ૧ વાચનાચાર્ય બનીને બધાને વાચના આપે.
આ ક૫ ૧૮ માસને હેય છે. ૧ લા ૬ માસ સુધી જેમણે તપ કર્યો તેઓ બીજા ૬ માસ વૈયાવચ્ચ કરનારા બને અને જેમણે વૈયાવચ્ચ કરી હતી તેઓ હવે તપસ્વી બને. વાચનાચાર્ય જે હોય તે જ ચાલુ રહે. કુલ બાર માસ પૂર્ણ થતાં જે વાચનાચાર્ય હોય તે આ કલ્પને ૬ માસિક તપ કરે અને બાકીના આઠમાંથી એકને વાચનાચાર્ય સ્થાપે અને ૭ તપ કરનાર માછ વાચનાચાર્યની વૈયાવચ્ચ કરે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org