________________
૩૩૮
ચૌદ ગુણસ્થાન
- ગણિપદ વગેરેને વહન કર્યા પછી ગચ્છના રક્ષણ-પાલનની જવાબદારી પૂર્ણ થતાં સાધુએ કાં તે અભ્યઘતવિહાર (જિનક૯૫) સ્વીકાર જોઈએ. અથવા અભ્યઘત મરણ (બનશન) સ્વીકારવું જોઈએ.
અભ્યદ્યત વિહારનું વર્ણન આગળ નિરપેક્ષ યતિધર્મમાં કરશું. અભ્યઘત મરણ પ્રાયઃ સંલેખનાપૂર્વક હોય છે.
માટે અહીં પ્રથમ સંલેખનાનું સંક્ષિપ્ત સ્વરૂપ જોઈ એ (આ સલેખના ગૃહસ્થ પણ કરી શકે છે.)
/ઉત્કૃષ્ટ–૧૨ વર્ષની * સલેખના-૩ પ્રકારની–મધ્યમ-૧૨ માસની
જઘન્ય-૧૨ પખવાડિયાની. - (i) ઉત્કૃષ્ટ સંલેખન : ૧ લા ૪ વર્ષ ૧-૨-૩ વગેરે ઉપવાસથી કરે અને પંચેન્દ્રિય પોષાક નિર્દોષ આહારથી પારણું કરે.
૨ જા ૪ વર્ષ તે જ રીતે તપ કરે પરંતુ પારણે નીતિ કરે.
પછીના ૨ વર્ષ એકાન્તર આયંબિલ કરે. (૧પ. આયં) પછીના ૬ માસ ૧ કે ૨ ઉપવાસ કરે. અઠ્ઠમ વગેરે ન કરે.
પારણે ઉનેદારીપૂર્વક આયંબિલ કરે.
ત્યાર પછીના ૬ માસ અઠ્ઠમ વગેરે ઉગ્ર તપ કરે અને વહેલું મરણ ન થાય તે માટે પારણે તૃપ્તિ થાય તેવી રીતે આયંબિલ કરે.
૧૨ મા છેલ્લા વર્ષે નિત્ય આયંબિલ કરે. આ ૧૨ મા વર્ષમાં પ્રતિદિન એકેક કેળિયે આહાર ઘટાડતાં ૧ કેળિયા સુધી પહોંચે. જેમ દીવામાં તેલ અને વાટને એકસાથે ક્ષય થાય તેમ અહીં શરીર અને આયુને એકસાથે ક્ષય થ જોઈએ.
૧૨ મા વર્ષના છેલ્લા ૪ માસમાં એકાન્તરે તેલને કાગળ ચિરકાળ સુધી મોંમાં ભરીને રાખી મૂકે. પછી શ્લેષ્મ-કુડીની ભસ્મમાં તે કાગળ ઘૂંકીને ઉષ્ણ પાણીથી મુખ સાફ કરે. જે આમ ન કરે તે વાયુથી માં સુકાઈ જતાં જડબાં બંધ થઈ જવા સંભવ છે કે છેલ્લે સમયે નમસ્કાર મિત્રનું ઉચ્ચારણ પણ થઈ શકે નહિ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org