Book Title: Chaud Gunsthan
Author(s): Chandrashekharvijay
Publisher: Kamal Prakashan

View full book text
Previous | Next

Page 348
________________ ચૌદ ગુણસ્થાન ૧૧. શય્યા (ઉપાશ્રય)–સારા-નરસા ઉપાશ્રયના સુખદુખને સહતે તેમાં સમ રહે. ૧૨. આક્રોશ-કોઈ આક્રોશ કરે તે તેની સામે ન થાય, તેનેય ઉપકાર માને. ૧૩. વધ–કઈ તાડન-તર્જન કરે તે ય સમતાથી સહે, તેની કરુણા જ ચિન્તવે. ૧૪. યાચના-યાચનામાં દુખ ન ધરે, પુનઃ ગૃહસ્થ બનવાની ઈચ્છા ન કરે. ૧૫. અલાભ-લાભાન્તરાય કર્મોદયથી વસ્ત્રાદિ ન મળે તે પણ ખેદ ન કરે કર્મક્ષપ. થી મળે તે હર્ષ પણ ન ધરે. સમતા જ ધારણ કરે. ૧૬. રોગ-ગે જાગતાં ખિન્ન ન થાય; ઔષધની ઈચ્છા પણ ન કરે. દેહને આત્માથી મિન માનીને દીનતા વિના સહે. કદાચ ઔષધ કરે તે ય સંયમના જ ધ્યેયથી કરે. ૧૭. તૃણસ્પર્શ–વસ્ત્રોના અભાવે કે વસ્ત્રોની ઓછાશ વગેરે કારણે તૃણાદિ પાથરીને સૂવે, તેના કર્કશ સ્પર્શને સહે, કમળ સ્પર્શની ઈચ્છા ન કરે. ૧૮. મલ-પરસેવા વગેરે રૂ૫ શરીર મેલથી ઉદ્વિગ્ન ન થાય, નાનને ઈચ્છે નહિ, મેલ ઉતારે નહિ, કિન્તુ શરીરની અશુચિતાનું ધ્યાન ધરતે તે બધું સમભાવે સહી લે. ૧૯. સત્કાર-કઈ મારે સત્કાર વગેરે કરે તેમ ન ઈચછે. કોઈ સત્કાર ન કરે તે દીન ન થાય, સત્કાર કરે તે હર્ષ પણ ન પામે. ૨૦. પ્રજ્ઞા-બુદ્ધિમાન મુનિ બુદ્ધિના ઉત્કર્ષથી અહંકાર ન કરે કિન્તુ તે ઘણે અજ્ઞાન છે એમ સમજીને અલ્પજ્ઞાની પ્રત્યે વાત્સલ્ય કરે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 346 347 348 349 350 351 352 353 354 355 356 357 358 359 360 361 362