________________
ચૌદ ગુણસ્થાન
૨૩ સપૂર્ણ વન્દન પણ કરવું પડે તે કરવું. શાસ્ત્રમાં તે કહ્યું છે કે વિશેષ કારણે જે સાધુ પાસસ્થાદિને વિધિપૂર્વક યથાયોગ્ય વન્દનાદિ કરતું નથી તે પ્રવચનને આરાધક નથી, ઊલટે શાસનની અભક્તિ કરનાર બને છે. પ્રાયશ્ચિત્તને ભાગી બને છે. (બૃહત્કલ્પભાષ્ય૪૫૫૦-૪૫૪૦) ઉત્સર્ગ અપવાદને સઘળે વિવેક પ્રાપ્ત કરવા માટે ગીતાર્થતાની પરાકાષ્ઠા પ્રાપ્ત કરવી જ પડે છે. ગમે તે સાધુ ઉત્સર્ગના સ્થાન કે અપવાદના સ્થાનને યથાગ્ય રીતે સમજી શકતા નથી માટે જ અગીતાર્થે ગીતાર્થની નિશ્રામાં જ હોવાનું જણાવ્યું છે. * યતિધર્મનું ત્રીજુ કર્તવ્ય:
અર્થપદ-ચિનતનઃ જે પદ કે વાક્યથી અર્થશાન થાય તે અર્થપદ કહેવાય. તેવાં પદ વાક્યોથી તેના અર્થનું સૂફમબુદ્ધિથી ચિન્તન કરવું તે અર્થપદ-ચિન્તન કહેવાય.
દા. ત. શાસ્ત્રમાં કહ્યું છે કે બ્રાહ્મી-સુંદરીની જેમ સૂકમ પણ અતિચાર સ્ત્રી અવતાર વગેરેનું કારણ બની જાય છે તે શાસ્ત્રમાં અતિચાર બહલપ્રમત્ત સાધુપણાને મોક્ષનું કારણ કહ્યું છે તે શી રીતે ઘટે ?
સૂમ ચિન્તાથી આ પ્રશ્નનું સમાધાન મળે છે કે, દીક્ષિત સાધુ -સૂમ પણ અતિચાર સેવે તે તેના વિપાક અતિભયંકર જ હોય છે કિન્તુ તે અતિચારના પ્રતિપક્ષ શુદ્ધ અધ્યવસાયે જ પ્રાય. તે અતિચારજન્ય પાપને ક્ષય કરી નાંખે છે. કેવળ પ્રાયશ્ચિત્ત કરવાથી તે પાપક્ષય થતું નથી. બ્રાહ્મી વગેરેએ પ્રતિપક્ષી બળવાન અધ્યવ. વિનાની કેવળ આલેચના જ કરી હતી.
(મતાંતરે આલોચના પણ કરી નથી.)
પ્ર. પ્રતિપક્ષી અથવાથી જ અતિચારશુદ્ધિ થાય તે પ્રાયશ્ચિત્ત વ્યવહાર નિરર્થક ગણુ.
ઉ. ના. જ્યાં માત્ર પ્રાયશ્ચિત્ત બળવાન અશુદ્ધિને દૂર કરી ન શકે ત્યાં પ્રતિપક્ષી બળવાન અધ્યવસાયપૂર્વક પ્રાયશ્ચિત્ત કરવું
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org