________________
ચૌદ ગુણસ્થાન
૩૦૯ ૧ લા ૩ સંઘયણવાળે, ચિત્તસ્વસ્થતાવાળે અને મહાસાત્વિક સદુભાવવાળે એ મુનિ શાસ્ત્રવિધિ મુજબ ગુર્વાજ્ઞા મેળવીને આ પ્રતિમાને અંગીકાર કરે.
તે ગચ્છમાં રહીને જ પ્રતિમાઓના અભ્યાસ માટે આહારઉપધિ-વગેરેના પરિકર્મમાં પારંગામી થએલે હેય.
પરિકર્મનું પ્રમાણ આ પ્રમાણે છે. માસિકી વગેરે સાત પ્રતિમાનું જેટલું જેટલું કાળમાન કહ્યું કે તે પ્રતિમાનું પરિકર્મ પણ તેટલા કાળ સુધી કરવાનું હોય છે. તેમાં પણ આ પ્રતિમાઓને સવીકાર અને તેનું પરિકર્મ વર્ષાકાળે કરી શકાતું નથી એ રીતે પહેલી બે પ્રતિમા એક જ વર્ષમાં, ત્રીજી-ચોથી પ્રત્યેક એક–એક વર્ષમાં, અને પાંચમી-છઠ્ઠી–સાતમી એ ત્રણે દરેક બે બે વર્ષે એક વર્ષમાં પરિ– કર્મ બીજામાં પાલન) પૂર્ણ થાય. આ રીતે ૯ વર્ષમાં પ્રતિમા પૂર્ણ થાય.
પ્રતિમા સ્વીકારનાર ઉત્કૃષ્ટથી દશપૂર્વથી ચૈન અને જઘન્યથી નવમા પ્રત્યાખ્યાન પૂર્વની ત્રીજી આચાર વસ્તુ સુધીના શ્રુતજ્ઞાનવાળો હેય. આથી વધુ સંપૂર્ણ દશપૂર્વાનું વચન અમેઘ હોવાથી તેમનાથી સંઘને વિશિષ્ટ ઉપકાર થાય એથી ન્યૂન જ્ઞાનીને કાળ વગેરેનું જ્ઞાન થઈ શકે નહિ, એથી એ બેયને પ્રતિમાદિ સ્વીકારવાનો નિષેધ કર્યો છે.
પ્રતિમાધારી સાધુ ૭ એષણામાંથી છેલ્લી પાંચમાંથી એક એષકચ્છથી આહાર અને એકથી પાછું લેનારે, તેમાં પણ અલેલકર આહાર લેનારે હોય.
પ્રતિભાવહન કરનાર મહાત્મા ગચ્છમાંથી નીકળીને એક મહિનાની મહાપ્રતિમા સ્વીકારે તેમાં ૧ માસ પૂર્ણ થતાં સુધી પ્રતિદિન આહારની એક એક દત્તિ છે. તે પૂર્ણ થતા પુનઃ ગચ્છમાં આવે. બીજી પ્રતિમાનું પરિકર્મ કરી બીજી મહાપ્રતિમા સ્વીકારે. તેમાં નિત્ય આહાર અને પાણીની બે બે દત્તિ લે. તે પ્રતિમા પૂર્ણ થતાં ગચ્છમાં આવે. આ ક્રમથી ૭ માસિકી પ્રતિમા સ્વીકારે. નિત્ય આહાર અને પાણી ૭૭ દત્તિ લે. (સર્વત્ર પ્રતિમા પૂર્ણ થતાં ગચ્છમાં આવે, ઉત્તર પ્રતિમાનું પરિકર્મ કરીને પછી જ તે પ્રતિમાને સ્વીકાર કરે)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org