________________
૨૯૭
ચૌદ ગુણસ્થાન ૩. અમુક પ્રમાણમાં અવગ્રહને નિશ્ચય કર :
આ આટલી ભૂમિ વગેરે અમારે જરૂરી છે, અધિક નહિ, એ નિશ્ચય કરે તે ૩ જી ભાવના સમજવી. સાધુ અમુક જ ભૂમિ માગને રહે એટલે દાતારને અવગડ ન થાય. અર્થાત્ દાતાની પ્રસન્નતા જાળવી શકાય. જે યાચના વખતે જ આ નિર્ણય ન કરે તે પાછળથી ભૂમિ આપનારના ચિત્તમાં વિપરીત પરિણામ (અપ્રતિરૂપ) જાગી જાય જે સ્વ-પરને નુકસાન કરે. ૪. સાધર્મિક પાસે અવગ્રહની યાચના કરવી:
અહીં સાધર્મિક એટલે સમાન-તુલ્ય ધર્મને આચરે તે સાધર્મિક - સાધુને સાધર્મિક સાધુ ગણાય. તેઓ પહેલાં અમુક ક્ષેત્રમાં અવગ્રહ કરીને રહ્યા હોય તે ક્ષેત્રાદિ કાળની અપેક્ષાએ માસ કે ચાતુર્માસ -સુધી અને ક્ષેત્રની અપેક્ષાએ પાંચ ગાઉ સુધી વગેરે તેને અવગ્રહ ગણાય, માટે બીજાથી તેમની અનુજ્ઞાપૂર્વક જ ત્યાં રહેવાય. તેઓ જેટલી અનુજ્ઞા આપે તેટલું જ ક્ષેત્ર વગેરે સઘળું સ્વીકારવું. અન્યથા ચારી ગણાય. ૫. ગુર્વાજ્ઞા મળી હોય તે વાપરવા :
સૂત્રોક્ત વિધિ મુજબ પ્રાસુક અને એષણીય (૪૨ ડેષ રહિત - સાધુતામાં કલ્પે તેવા આહારાદિ લાવીને પણ ગુરુની સમક્ષ તેની આચના કરે, જે જ્યાંથી, જેવી રીતે અને જેવા ભાવથી લીધું કે સામાએ વહેરાવ્યું હોય તે તે સર્વ ગુરુને પ્રગટ જણાવે, પછી તેમાંથી જેટલું વાપરવાની અનુમતિ મળે તેટલું એકલે કે માંડલીમાં બેસીને તે વાપરે. અહીં ઉપલક્ષણથી જે કાંઈ ઔધિક કે અપગ્રહિક - સર્વ ઉપકરણરૂપ ધર્મસાધન તે દરેક ગુરુએ અનુમતિ આપેલી હોય
તેટલું જ વાપરવું જોઈએ. અન્યથા આ મહાવ્રતનું ખંડન થાય છે. - * ચોથા મહાગતની પાંચ ભાવના :
૧, બ્રહ્મચર્યના ભંગ-ભયથી સ્ત્રી-પશુ આદિવાળું કે ભીંતના આંતરાવાળું સ્થાન તજવું
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org