________________
ચૌદ ગુણસ્થાન
૩૦૫ આ બધા ભેદે ચરણ એટલે ચારિત્રરૂપ હેવાથી અને સંખ્યામાં ૭૦ હોવાથી ચરણુસિત્તરીના નામે શાસ્ત્રોમાં ઓળખાય છે.
પ્ર. પાંચ વ્રતમાં કહેલા બ્રહ્મચર્યવ્રતમાં બ્રહ્મચર્યની ૯ ગુપ્ત અન્તર્ગત છે છતાં તેને જુદી કહી ?
ઉ. આ વ્રતના પાલનમાં અપવાદ નથી એ વાત સૂચવવા માટે એમ કર્યું છે. રાગ-દ્વેષના મન પરિણામ બગડ્યા વિના કાયાથી અબ્રહ્મ સેવાતું નથી. જ્યાં કાયાથી દેષ સેવવા છતાં મન નિર્મળ રહી શકતું હોય ત્યાં જ અપવાદમાર્ગ હોઈ શકે છે. અહીં તે પ્રવૃત્તિ અને પરિણિત બે ય દુષિત થાય છે માટે અપવાદ સંભવ નથી. આ ઉપરથી ખ્યાલ આવશે કે આધાકર્માદિનું સેવન પણ અપવાદમાર્ગ રૂપે ત્યારે જ બને, જ્યારે તેમાં મનના રાગાદિ ભાવેને પ્રાદુર્ભાવ ન થઈ જાય.
પ્ર. પાંચ વ્રતમાં ચરિત્ર આવી જવા છતાં તેને જ્ઞાનાદિ ત્રણમાં જુદું કેમ કહ્યું ?
ઉ, પાંચ વ્રતમાં સામાયિક ચારિત્ર સમજવું. બાકીના છેદે પસ્થાપનીયાદિ જ્ઞાનાદિ ત્રણમાં કહેલા ચારિત્ર પદથી લેવા. કેમ કે પાંચ વ્રતમાં વ્રત શબ્દથી પાંચ ચારિત્રના સામાયિક અંશનું જ ગ્રહણ થાય છે. એટલે બાકી રહેલા ૪ ચારિત્રનું નિરૂપણ કરવા જ્ઞાનાદિત્રયમાં ચારિત્ર લીધું.
પ્ર. ૧૨ પ્રકારના તાપમાં વૈયાવચ્ચ નામને તપ આવી જવા છતાં વૈયાવચ્ચને જુદી કેમ કહી ?
ઉ. તેમ કરવાથી સાબિત થાય કે વૈયાવચ્ચ સ્વ–પર ઉપકારક હોવાથી તપના અન્ય પ્રકારે કરતાં વિશેષતાવાળી છે.
પ્ર. શ્રમણધર્મમાં ધનિગ્રહ આવી જાય છે છતાં તેને ભિન્ન કેમ કેમ કહ્યો ?
ઉ. ઉદયમાં આવેલા ક્રોધાદિને નિગ્રહ કરવા જો કહ્યો. ઉદીરિત ક્રોધાદિના અનુદયરૂપ ક્ષમાદિ શ્રમણ ધર્મ છે. અથવા ક્ષમાદિ ૧૦ ઉપાદેય અને ક્રોધાદિ ૪ હેાય છે માટે એને જુદા કહ્યા. ચૌ. ગુ. ૨૦
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org