________________
૨૯૬
ચૌદ ગુણસ્થાન રાજાને અવગ્રહ : રાજા એટલે ચક્રવર્તી અને ભરતાદિના ૬ ખંડ.
ગૃહપતિને : અમુક દેશને અધિપતિ (રાજા) તે ગૃહપતિ. તેની સત્તામાં જેટલે દેશ હોય તેને અવગ્રહ.
શાતર (મકાનમાલિક): મકાનમાલિકનું મકાન-ભૂમિ વગેરેને અવગ્રહ.
સાધર્મિક : એટલે સાધુ. તેમને રહેવા માટે ગૃહસ્થ આપેલું જે ઘર તેને અવગ્રહ.
આ રીતે અવગ્રહના પ્રકાર સમજીને જેની પાસે જેને અવગ્રહ માગવાને હોય તેની પાસે તેને અવગ્રહ માગીને રહેવું કે તે સ્થાનાદિ વાપરવું. માગ્યા વિના રહેવા વાપરવાથી પરસ્પરને વિરોધ થતાં એકાએક મકાનાદિમાંથી નીકળી જવાને પ્રસંગ આ જ જન્મમાં આવે અને અદત્તને પરિભેગ કરવાથી જન્માક્તરમાં પણ દુઃખ જોગવવું પડે. - પ્રવચનસારોદ્ધારની ૬૮૩ મી ગાથાની ટીકામાં કહ્યું છે કે સાધુને માટે સાધર્મિક તરીકે આચાર્ય-ઉપાધ્યાયાદિ ગણાય. માટે આચાર્યાદિ જે નગરાદિમાં ચાતુર્માસ રહ્યા હોય તે નગરાદિની ચારે બાજુના ૫-૫ ગાઉની દિશામાં તેમને પ્રતિબદ્ધ હોવાથી તે બધે ય તેમને અવગ્રહ ગણાય. એટલે ત્યાં કયાંય પણ રહેવા માટે તેમને અવગ્રહ લે જ પડે. આ તે ક્ષેત્રને આશ્રયીને કહ્યું. કાળથી તે વર્ષાકાળ પૂર્ણ થયા પછી પણ તે (આચાર્યાદિ ત્યાં જ રહ્યા હોય તે) ઉપરાંત બે માસ સુધી તેમને અવગ્રહ સમજે. ર. માલિકે એકવાર આપવા છતાં અવગ્રહ યાચવે :
પહેલાં અનુમતિ મળવા છતાં બીમારી વગેરે કારણે વાપરતાં આપનારના ચિત્તમાં કલેશ ન થાય તે હેતુથી માગું વગેરે પરઠવવાનાં, પાત્ર રંગવા–ધવાનાં કે હાથ-પગ વગેરે દેવાનાં સ્થાનેની વારંવાર યાચના કરવી,
Jaih Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org