________________
૨૭૬
ચાંદ ગુણસ્થાને
વિના તત્કાળ અવશ્ય કરણીય કાર્ય થઈ શકે નહિ. એટલે “આવસ્યહિંથી અન્યકાલ-કરણીય તથા અકરણયને નિષેધ થઈ જાય છે. આ જ રીતે “નિશીહિકહેવાથી તત્કાળ અવશ્ય કરણયનું વિધાન પણ થઈ જ જાય છે માટે બેયના વિષયમાં એકાયંતા સમજવી.
પ્ર. શ્રાવકને પણ સાધુની જેમ “આવશ્યહિ નિસાહિ” કહેવારૂપ આ બે ય સમાચારી હોય?
ઉ. હા, ઉપાશ્રયમાં કે મંદિરમાં પેસતાં શ્રાવકે સર્વ સાવશે. કાર્યને નિષેધ કરવા રૂપ નિસહિ કહેવી જોઈએ અને અવશ્ય કરયરૂપ જિન-પૂજા, ગુરુ-વંદનાદિ ધર્મકાર્ય માટે ઘરમાંથી બહાર નીકળતાં આવસ્સહિ” કહેવી જોઈએ.
પરંતુ સાધુની માફક જિનમંદિર કે ઉપાશ્રયમાંથી બહાર નીકળતાં આવત્સહિ’ કહી શકે નહિ કેમ કે મંદિર ઉપાશ્રયમાંથી બહાર નીકળતા શ્રાવક બહુધા આરંભાદિનાં કાર્યો માટે બજારે-ઘરે વગેરે સ્થાને જાય તે તે “અવશ્ય કરણેય ધર્મકાર્ય નથી.
૬. આપૃચ્છા : પિતાના જ્ઞાનાદિ ગુણને હિતકારી એવું કાર્ય કરવા માટે જ ગુરુને પૂછવું જોઈએ. તે પણ વિનયભાવપૂર્વક પૂછવું જોઈએ. આ પ્રમાણે પૂછીને કાર્ય કરવાથી જ્ઞાની ગુરુ કાર્યનું હિતાહિત સમજાવે. તેમને એગ્ય લાગે તે તે કાર્યમાં અહિત જણાવતાં, પાછા ફેરવું અને હિત જણાતાં ઉત્સાહ આપે.
ગુરુને પૂછીને કાર્ય કરનાર ગુરુની આશિષનું એવું અબાધ્ય બળ મેળવે છે, જેના પરિણામે કાર્યમાં આવતાં સઘળાં વિદને ભૂદાઈ. જાય છે અથવા નિર્બળ થઈ જાય.
સિંહગુફાવાસી મુનિની વેશ્યાને ત્યાં ચાતુર્માસ કરવાની આ પૃચ્છા અવજ્ઞાપૂર્વકની હતી માટે જ તેઓ નિષ્ફળ ગયા હતા.
૭, પ્રતિપૃચ્છા : કાર્ય કરતી વખતે ફરી પૂછવાથી પણ અનેક લાભ થાય છે. જેમાંના કેટલાક પૂર્વે જણાવાઈ ગયા છે.
૮. છન્દના : આ સમાચારી પિતાના લાવેલા આહારાદિ અન્ય સાધુને આપવા માટે છે. તે સર્વ સાધુઓને કરવાની નથી, પરંતુ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org