________________
૨૮૬
ચૌદ ગુણસ્થાન આ રીતે સમજાવવાથી જે સ્થવિરની અનુમતિ મળી જાય તે પસ્થાપના આપવી. જે ન માને તે પાંચ દિવસ ઉપસ્થાપના અટકાવવી, પાંચ દિવસ બાદ પુનઃ સમજાવ, છતાં અનુમતિ ન આપે તે વળી પાંચ દિવસને વિલમ્બ કર. આમ ૩-૩ વાર ૫ દિવસને વિલમ્બ કરતાં જે સ્થવિર સૂત્રાદિનું અધ્યયન કરી લે તે બેયને સાથે ઉપસ્થાપના કરવી. અને જે અધ્યયન કરી ન શકે અને પુત્રને ઉપસ્થાપના કરવાની અનુમતિ પણ ન આપે તે પછી પુત્રની ઉપસ્થાપના કરવી. અથવા તે વ્યક્તિના સ્વભાવને જોઈને વર્તવું, અર્થાત્ તે માનદશાવાળ સ્થવિર એમ વિચારે કે હું પુત્રને પ્રણામ કેમ કરું? તે ત્રણ વાર ૫-૫ દિવસને વિલમ્બ કર્યા પછી પણ પુત્ર (સુલક)ને ઉપસ્થાપે નહિ કેમ કે તેમ કરતાં સ્થવિર દક્ષા છોડી દે, અથવા ગુરુ કે સુલક પ્રત્યે દ્વેષ થાય માટે ત્યાં સુધી પુત્ર (ક્ષુલકને રેક જ પડે. જ્યાં સુધી સ્થવિર ભણીને તૈયાર થાય. ટૂંકમાં, પ્રવચન-હોલના ન થાય તે રીતે વર્તન કરવું.
આ રીતે રાજા અને અમાત્ય સાથે દક્ષિત થયા હોય તેઓને આશ્રીને પણ ઉપર પિતા-પુત્રને માટે જે કહ્યો તે સઘળે વિધિ સમજ. સાબીમાં પણ માતા-પુત્ર બે અથવા મહારાષ્ટ્ર અને મન્નીપત્ની બે, વગેરે સાથે દિક્ષિત થયાં હોય તેઓને અંગે પણ આ જ વિધિ સમજ.
આ જ રીતે એશ્વર્યવાળા બે શેઠિયા, એ અમા, બે વ્યાપારીઓ, બે ગેષ્ઠીઓ કે બે મોટા કુળવંતે દક્ષિત થયેલા હોય તે સાથે ઉપસ્થાપનાને યોગ્ય થાય તે તેમને સાથે ઉપસ્થાપવા પણ નાનામોટા કરવા નહિ.
પટ્ટકાર્ય જીવનું જ્ઞાન કરાવીને ઉપસ્થાપના આપવાનું જણાવ્યું છે, તેમાં પટકાયનું જ્ઞાન- અનુમાનાદિ યુક્તિથી સિદ્ધ કરીને જ્ઞાન આપવું વગેરે બાબતે ગ્રન્યાતરથી જોઈ લેવી.
કાયાનું જ્ઞાન, વ્રત અને અતિચારનું જ્ઞાન કરાવ્યા પછી જ તે શિષ્યની ગીતાર્થ ગુરુએ પરીક્ષા કરવી. એ વખતે ગુરુ જાણીને
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org