________________
૨૮૫
ચૌદ ગુણસ્થાન અને બુદ્ધિહીન, અશ્રદ્ધાળુ શિષ્ય માટે ઉત્કૃષ્ટ ભૂમિકા સમજવી. મધ્યમાં પણ બંધ વિનાના અશ્રદ્ધાળુ માટે જ સમજવી. વસ્તુતઃ જઘન્યથી વધુ અને ઉત્કૃષ્ટથી ઓછી એ સઘળી મધ્યમાં ભૂમિકા કહેવાય. પરિણત અને બુદ્ધિમાનને પણ ઈન્દ્રિયવિજય માટે મધ્યમા ભૂમિ જ સમજવી. * ભૂમિકા પ્રાપ્ત-અપ્રાપ્ત પિતા-પુત્રાદિની ઉપસ્થાપનને કેમ :
કલ્પભાષ્યના આધારે અહીં પિતા-પુત્ર ભૂમિકાને પ્રાપ્ત, અપ્રાપ્ત)ની ઉપસ્થાપના વખતે શું કરવું તે સમજીએ.
પિતા-પુત્ર બે ય દીક્ષિત હોય અને બે ય ઉપસ્થાપનાની ભૂમિકાને પ્રાપ્ત થયા હોય તે બન્નેની ઉપસ્થાપના સાથે કરવી. જે નાને (પુત્રાદિ સૂત્રાદિ ભણું શક્ય ન હોય (અપ્રાપ્ત) અને સ્થવિર (પિતાદિ) સૂત્રાદિ ભણીને તૈયાર થયા હેય (પ્રાપ્ત) તે સ્થવિરની, પહેલી ઉપસ્થાપના કરવી પણ જે નાને સૂત્રાદિ ભણીને તૈયાર થયે હાય અને સ્થવિર તૈયાર થયા ન હોય તે સ્થવિર તૈયાર થાય તે
જ્યાં સુધી ઉપસ્થાપના કરવાને શુદ્ધ દિવસ ન આવે ત્યાં સુધી પ્રયત્ન પૂર્વક તે સ્થવિરને ભણાવ, એમ કરતાં સ્થવિર સૂત્રાદિને પ્રાપ્ત કરી લે તે બેયની ઉપસ્થાપના સાથે કરવી. પણ જે તેટલા કાળ. પણ સ્થવિર સૂત્રાદિ પ્રાપ્ત ન થઈ જાય તે આ પ્રમાણે વિધિ કરે.
વિર (પિતા)ને આચાર્ય ભગવંત દડિક મન્ન આદિ દષ્ટાન્તથી સમજાવે તેને કહે, “એક દડિક રાજા હતા. તે રાજા કોઈ કારણે પદભ્રષ્ટ થયે તેથી તે રાજા પિતાના પુત્ર સાથે અન્ય રાજાની સેવા કરવા લાગ્યા. એકદા માલિક રાજા તેના પુત્ર ઉપર પ્રસન્ન થયા અને સેવક રાજાને કહ્યું કે “તમારા પુત્રને હું મારા રાજ્યને અધિકારી બનાવવા માંગું છું.” તે શું તે રાજા પિતાના પુત્રને રાજવડ આપવામાં કદી આનાકાની કરે? ઊલટે ખૂબ આનંદિત થઈને સંમતિ જ આપે. એ જ રીતે હે સ્થવિર ! તમારે પણ તમારા પુત્રને મહાવ્રતનું મહારાજ્ય મળે તેમાં તમારી સંમતિ ન હોય તેમ બને? તમે કેમ. સંમતિ આપતા નથી ?”
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org