________________
૨૮૩
ચૌદ ગુણસ્થાન માટે બહાર ભૂમિએ જવું. ૯. સ્થડિલ પડિલેહવા (માંડલા કરવાં) ૧૦. પ્રતિક્રમણ કરવું, કાલગ્રહણ કરવું ઈત્યાદિ નિત્ય કરવાની દશવિધ સમાચારી પંચવસ્તુ ગ્રન્થના બીજા દ્વારમાં કહી છે તે વર્ણન ત્યાંથી જોઈ લેવું.
ત્રીજી પદવિભાગ સામાચારી : આ સમાચારનું માત્ર સ્વરૂપ જ જોઈ લઈશું.
આ સમાચારી બૃહકલ્પ, વ્યવહાર વગેરે છેદસૂત્ર રૂપ છે. તેમાં ઉત્સર્ગ અને અપવાદરૂપ બે નો જે વિભાગ છે તેને પદવિભાગ કહેવાય છે. અર્થાત્ ઉત્સર્ગ અને અપવાદરૂપ બે પદેને (માર્ગોને) વિભાગ તે પદવિભાગ એવી વ્યુત્પત્તિ સમજવી. આ બે પને વિવેક બુહતુ કલ્પાદિ ગ્રન્થમાં છે તે ત્યાંથી જાણી લે. અહીં ઉત્સર્ગ અપવાદને સમ્યભેદ સમજાવનારી સમાચારી તે પદવિભાગ સમાચારી એટલું જ સમજવું.
આ ૩ પ્રકારની સમાચારીને આરાધતા આત્મામાં ઉપસ્થાપના એટલે કે છેદે સ્થાપના (વડી-દીક્ષા) નામના બીજા નંબરના ચ પિત્રની
ગ્યતા પ્રગટે છે. અર્થાત્ સમાચારીનું અખંડ આરાધન કરેતે સાધુ. વડી-દીક્ષા માટે યોગ્ય બને છે.
ઉપસ્થાપના એટલે જેના દ્વારા વ્રતનું આરોપણ કરવામાં આવે, શાસ્ત્રાપરિજ્ઞા એ આચારાંગ સૂત્રનું પ્રથમ અધ્યયન છે. એ અધ્યયનાદિ, (આદિ શબ્દથી દશવૈકાલિક વગેરે લેવા)ને જેણે અર્થથી જાડ્યા હોય, ત્યાગશ્રદ્ધાસવેગાદિ ગુણાથી જે યુક્ત હોય, ચારિત્રધર્મ જેને પ્રિય હોય અને હિંસાદિ પાપને જેને ભય પ્રગટ હોય તે વ્યક્તિ, ઉપસ્થાપના માટે ગ્ય છે.
પ્ર. શસ્ત્રપરિણાદિ અધ્યયનને અર્થથી જાણ્યા હોય તેમ શાથી, કહ્યું? શું તે અધ્યયન સૂત્રથી ભણવાના નથી ?
ઉ. સૂત્ર તે જેને જેટલું ઉચિત હોય તેટલું જ તેને ભણાવી. શકાય છે. એટલે અર્થથી જ્ઞાન કહ્યું. તે શાસ્ત્રને અર્થ-જ્ઞાન વિના:
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org