________________
૨૩૦
ચોદ પુસ્થાન
વાર પણ કરી શકાય છે, જ્યારે પૌષધોપવાસ અને અતિથિસંવિભાગ રોજ કિન્તુ અમુક દિવસે (દિનમાં એક જ વાર) કરી શકાય છે. * ૯ મું, સામાયિક-વ્રત (૧લું શિક્ષાત્રત)ઃ
વતસ્વરૂપ : પાપ વ્યાપાર અને દુર્ગાનથી રહિત આત્માને જે બે ઘડી પ્રમાણ (મુહૂર્ત પ્રમાણ) સમતાભાવ તે સામાયિક–વત કહેવાય.
સામયિકમાં પણ જીવને કેટલીક વાર રાગાદિ થઈ જાય છે તે અનાદિ સ્વભાવનું પરિણામ છે. વારંવાર સામાયિકભાવમાં બેસવામાં આવે ત્યારે જ તે શુદ્ધ સામાયિક પ્રાપ્ત થતાં રાગાદિ ભાવે ટળી જાય છે. આથી જ આ વ્રતને શિક્ષાત્રત કહેવામાં આવ્યું છે. જ્યાં સુધી એવું શુદ્ધ સામાયિક પણ ઝિયમતિ સમયા’ જિનાજ્ઞા છે કે સામાયિક કરવું જોઈએ એવી ભક્તિથી પણ કરતાં જ રહેવું જોઈએ. આવું અશુદ્ધ-દ્રવ્ય સામાયિક પણ શુદ્ધ-ભાવ સામાયિકનું કારણ બને છે.
સામાયિક કરતાં શ્રાવક સાધુની સમાન બને છે તેવું સામાયિક પારવાના સૂત્રમાં કહ્યું છે.
વતાતિચાર : અનાદિ ૩ મેગેને પાપવ્યાપારમાં જોડાવારૂ૫ ૩ તથા સમૃતિભ્રંશ અને અનાદર એ બે–એમ પાંચ અતિચારે છે.
૧, ૨, ૩. યોગોનું દુપ્પણિધાન હાથ, પગ વગેરેને લાંબા ટૂંકા કર્યા કરવા તે કાય–ગ દુપ્રણિધાન.
શબ્દની યથાયોગ્ય ગોઠવણ વિના જેમતેમ બેલવું તે વાગ દુપ્રણિધાન.
મનમાં ધાદિ કરવા તે મને દુપ્રણિધાન.
જોયા કે પ્રમાર્યા વિના ઊઠનાર-બેસનારને જીવ-હિંસા ન થાય તે પણ પ્રમાદરૂપ હિંસા થવાને લીધે તેનું સામાયિક ગણાતું નથી.
૪. સ્મૃતિભ્રંશ : પ્રબળ પ્રમાદાદિ કારણે, “સામાયિક કર્યું કે નહિ?” “મારે ક્યારે સામાયિક કરવાનું છે?” ક્યારે પારવાનું છે?” વગેરે ભૂલી જાય.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org