________________
૨૭૨
ચૌદ ગુણસ્થાન
ઈચ્છાકારાદિ સામાચારી ઉપર વિશેષ-વિચારણું :
(૧) ઇચ્છાકાર : ઉત્સર્ગ માગે તે સામર્થ્યવાન સાધુએ કેઈ કાર્ય માટે બીજા સાધુને કહેવું જ ન જોઈએ. સામર્થના અભાવે પણ રત્નાધિક (પર્યાય-વડીલ) ને ન કહેતાં નાના સાધુઓને પોતાનું કાર્ય જણાવીને ઇચ્છાકાર કરે. (અર્થાત્ તમારી ઈચ્છા હોય તે આટલું મારું કાર્ય કરી આપશે?) અથવા કેઈ સાધુ સ્વયં આવીને તેની પાસે કાર્ય માંગે ત્યારે ઈચ્છાકાર કરે. (અર્થાત્ તમારી ઈચ્છા હોય તે આ કામ કરવાનું છે.)
તાત્પર્ય એ છે કે કાર્ય આપનાર ગ્લાનાદિ સાધુ કોઈ નાના. સાધુ ઉપર પણ કાર્ય કરવાની બલાત્કારે ફરજ પાડી શકતું નથી. તેમ વૈયાવચ્ચ કરનાર કઈ સાધુ ગ્લાનની ઈચ્છા વિના બલાત્કારે તેનું કાર્ય કરી શકતું નથી. બેયને ઈચ્છાકાર કરવાને આવશ્યક છે.
કઈ સાધુ પિતાના જ્ઞાનાદિ ગુણોની વૃદ્ધિ માટે આચાર્યની વૈયાવચ્ચ અથવા વિશ્રામણાદિ કાંઈ પણ કાર્ય ઈચ્છતા હોય તો તેને પણ તે કાર્યમાં જોડતાં પૂર્વ આચાર્યું પણ તે સાધુ પ્રત્યે ઈચ્છાકાર કર જોઈએ. (તમારી ઈચ્છા હોય તે તમે વૈયાવચ્ચ કરી શકે છે. તું કર એવી આજ્ઞા ન થાય.)
અપવાદ માગે તે કઈ અવિનીત સાધુને આજ્ઞા કે બલાત્કાર કરવાનું પણ અનુચિત નથી. યદ્યપિ ઉત્સર્ગ માગે છે તેવા દુર્વિનીતની સાથે રહેવું જ ઉચિત નથી છતાં બહુ સ્વજનેના સંબંધને લીધે તેને છેડી શકાય તેવું ન હોય ત્યારે એ વિધિ છે કે, પ્રથમ તે દુર્વિનીતને ઈચ્છાકારપૂર્વક કર્તવ્યમાં જોડે અને એમ ન કરે તે આજ્ઞાથી કાર્ય કરાવવું, તેમ પણ ન કરે તે બલાત્કારે પણ કામ કરાવવું. (આવ. નિ. ૬૭૭) આ બલાત્કાર કરવું પડે ત્યારે પણ વડીલના હદયમાંથી શિષ્ય પ્રતિને વાત્સલ્યભાવ તૂટ ન જોઈએ. કેમ કે વાત્સલ્યભાવના પ્રકર્ષથી જ સ્વ પરહિત સાધી શકાય છે.
(૨) મિથ્યકાર : હઠથી કરાતી કે વારંવાર કરાતી ભૂલની. શુદ્ધિ મિયા દુષ્કૃત દેવા છતાં થતી નથી. આવ. નિર્યુક્તિ (૬૮૫)માં
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org