________________
ચૌદ ગુણસ્થાન
ર૭૧ કરણીય અધ્યયનાદિ પ્રવૃત્તિ, અથવા તે તેવી કોઈ અન્ય પ્રવૃત્તિ અંગે ઉપાશ્રય વગેરે સ્થાનેથી બહાર જવાથી કિયાને તથા તેને સૂચવતા શબ્દચ્ચારને પણ આવશ્યકી કહેવાય છે. તથા અસંવૃત્ત (અજયણાવાળાં શરીરની ચેષ્ટાઓ રોકવા માટે કરાય તેને અથવા તેવી ચેષ્ઠા રોકવા માટે વસતિમાં પ્રવેશ કરાય) વગેરે પ્રવૃત્તિને અને તેને સૂચવતા શબ્દચ્ચારને નધિકી કહેવાય છે.
૬. આપૃચ્છા : વિનયપૂર્વક સર્વકાર્ય માં ગુરુને પૂછવું તે આપૃચ્છા સમાચારી કહેવાય.
૭. પ્રતિપુચ્છા : ફરી ફરી પૂછવું તે પ્રતિકૃચ્છા. શિષ્ય ગુરુને પછતાં ગુરુએ શિષ્યને કહ્યું કે, “આ કામ અમુક વખતે તારે કરવું.' એ કામ કરવાને સમય આવે ત્યારે ફરી ગુરુને શિષ્ય પૂછે કે “આપે કહ્યા મુજબ તે કામ કરું?” આ શ્રુતિ પૃચ્છા એટલા માટે જરૂરી છે કે કઈવાર કોઈ કારણે તે કામ કરવાની જરૂર ન દેખાતી હોય તે ફરી પૂછવા આવતાં શિષ્યને ગુરુ નિષેધ કરી શકે અથવા તે એકવાર પૂછતાં ગુરુ જે કામને નિષેધ કરી ચૂક્યા હોય તે પછી તે કામ કરવાનું જરૂરી લાગતાં પ્રતિપૃચ્છા કરનાર શિષ્યને તે કામ કરવાનો આદેશ કરી શકે.
૮. છન્દના : અશન-પાનાદિ લાવ્યા બાદ મુનિ સર્વ સાધુને વિનંતી કરે કે, “હું અશનાદિ લાવે છું, તેમાંથી જેને જે ઉપયોગી હોય તે -તેમની ઇચ્છા મુજબ સ્વીકારી મારી ઉપર અનુગ્રહ કરે. આ રીતે અનાદિ આપવા માટે કરવું તેને છન્દના કહેવાય છે.
૯ નિમત્રણું : અશનાદિ લેવા જતાં પહેલાં જ સાધુને વિનંતી કરે કે હું આપના માટે અનાદિ લાવી શકું છું.
૧૦. ઉપસંપદા : જ્ઞાનાદિગુણોની પ્રાપ્ત માટે પિતાના ગુરુને છોડીને, તેમની અનુમતિ પૂર્વક અન્ય ગચ્છીય ગુરુની નિશ્રામાં રહેવું તેને ઉપસંપદા કહેવાય છે.
આ રીતે ૧૦ ય સમાચાર સંક્ષિપ્ત અર્થ કર્યો. હવે પ્રત્યેક સમાચારી ઉપર વિશેષ (ટિ પણ રૂપે) કેટલું વિચારીએ લઈએ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org