________________
૨૬૪
ચૌદ ગુણસ્થાન ગુરુ પાસે પ્રતિદિન સૂત્ર-અર્થ ભણવારૂપ અભ્યાસ કરે તે ગ્રહણુરિક્ષા.
ગુરુ પાસે પ્રતિદિન સયમની ક્રિયાઓને અભ્યાસ કરે તે આસેવનાશિક્ષા.
શ્રી સૂયગડાંગ સૂત્રમાં (૧૪-૪૧) કહ્યું છે કે, “ગુરુની પાસે જ સન્માર્ગ સેવનરૂપ સમાધિને અને અવસાનને ઈચ્છે તે શિષ્ય ચાવજીવ તેમની નિશ્રામાં જ રહે. પિતાની ઈચ્છાનુસાર વર્તન કરનારે જે ગુરુની પાસે ન રહે તે પિતાનાં કર્મોને અન્ત કરી શકતું નથી તથા ગુરુસેવાથી રહિત હોય તેનું જ્ઞાન પણ હાંસીપાત્ર બને છે એમ સમજીને તે શિષ્ય સ્વયં ગુરુસેવાદિ શુદ્ધાચાર સેવે અને મુક્તિ યેગ્ય સાધ્યાચારનું પ્રકાશન કરતે તે બુદ્ધિમાન સાધુ ગચ્છને છેડીને બહાર ન નીકળે.
વિશેષાવશ્યકમાં (ગા. ૩૪૫૯) કહ્યું છે કે, “ગુરુકુલવાસમાં રહેનાર સમ્યજ્ઞાનનું ભાજન બને છે તથા દર્શન અને ચારિત્રમાં અતિદઢ બને છે. માટે જ ન્યાત્માએ ગુરુકુલવાસને છેડતા નથી.”
આથી જ શ્રી સુધર્માસ્વામીજી જંબુસ્વામીજીને જણાવે છે કે “હે આયુષ્યનું જંબૂ? ભગવંત મહાવીરે આ પ્રમાણે કહેલું મેં સાંભળ્યું છે વગેરે વચને દ્વારા સકળ સદાચારનાં મૂળરૂપ ગુરુકુલવાસને જણાવેલ છે.
ભાવસાધુનું મુખ્યલિંગ પણ ગુરુકુલવાસ જ છે. ઉપદેશપદ (ગા. ૨૦૦૦માં કહ્યું છે કે માષતુષાદિ મુનિમાં ગુરુ પ્રત્યેની શ્રદ્ધા તે હેય જ, તદુપરાન્ત ધર્મ-ધનને યેગ્ય એવા તેમને માર્ગોનુસારિતા વગેરે ભાવસાધુનાં લક્ષણે પણ હેય જ. આની નિશાની શું ? એના જવાબમાં કહ્યું છે કે ગુરુની સમક્ષ અને પરોક્ષમાં બે ય વખતે ગુર્વાજ્ઞાના પાલન રૂપે પ્રતિલેખનાદિ સાધુસમાચારીનું તેઓ યથાવિવિ પાલન કરે. આ ગુરુકુલવાસને કારણે જ જ્ઞાનરહિત જણાતા માષતુષાદિ મુનિમાં ગુરુપાતત્યનું જ્ઞાન અને તેના ફળરૂપ ચચિને સદ્ભાવ કહ્યો છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org