________________
૨૫૬
ચૌદ ગુણસ્થાન
ઉ, શાસ્ત્રમાં કહ્યું છે કે ધર્મો માયા ન માયા” ધર્મ સાધનાના એકમાત્ર શુભાશયથી કરાતી માયા વસ્તુતઃ માયા નથી. કેમ કે આમ કરવામાં ઉભયનું હિત સમાએલું છે. આ રીતે પણ દીક્ષા લેનાર ભાવમાં પિતાના માતા-પિતાદિને પણ ધર્મરત્ન પ્રાપ્ત કરાવીને તેનું કલ્યાણ કરે છે.
ધર્મબિન્દુગ્રન્થમાં (૪-૩૧) કહ્યું છે કે હૃદયથી માયા વિનાને છતાં સ્વ–પરનું હિત દેખે ત્યારે કેઈ હિતાથી કઈ પ્રસંગ–વિશેષમાં માયા પણ કરે.
પ્ર. ભલે આ રીતે દક્ષા લે પરંતુ માતાપિતાદિની આજીવિકાને. પ્રશ્ન આડે આવતું હોય તે?
ઉ. આજીવિકાનું સાધન કરી આપવું જોઈએ. એ રીતે માતાપિતાદિ ગુરુવર્ગની ભક્તિ કરવી જોઈએ, એમાં ધર્મની પ્રભાવનાનું બીજ પણ પડ્યું છે.
પ્ર. તેમ કરવા છતાં મોહની પ્રબળતાને લીધે માતાપિતાદિ રજા ન જ આપે તે શું કરવું ?
ઉ. નૌષધ ન્યાયે માતાપિતાદિને ત્યાગ કર.
જંગલમાં માતાપિતાદિ વ્યાધિથી પીડાતાં હોય ત્યારે સાથે રહેલે. પુત્ર બાજુના ગામમાં ઔષધ લેવા માટે માતાપિતાને ત્યાગ કરે તેમ અહીં પણ મહવ્યાધિને દૂર કરવા ધર્મનું ઔષધ લેવા જતે પુત્ર માતાપિતાદિને ત્યાગે.
વસ્તુતઃ આને માતાપિતાદિનો ત્યાગ કહેવાય. જે પુત્ર વ્યાધિગ્રસ્ત માતાપિતાદિથી દૂર થતું નથી અને તેમની પાસે જ બેસી રહે છે તે જ વસ્તુતઃ તેમને ત્યાગ કહેવાય. કેમ કે તેમની પાસે જ બેસી રહેવાથી તેમને વ્યાધિ દૂર ન થતાં મૃત્યુ થાય છે, જ્યારે ઔષધ લાવીને તેમને વ્યાધિ દૂર કરીને જીવન અપાય છે.
સારિક પુરુષે ક્રિયાનું સ્વરૂપ ન જોતાં ફળની વિચારણા કરીને ક્રિયાનું સ્વરૂપ વિચારે છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org