________________
ચૌદ ગુણસ્થાન
૨૬૧
આદિ વિધિ વિના ભરત વગેરેને વિરતિ પરિણામ જાગી જવાથી ચૈત્યની વિરતિ પ્રત્યેની કારણતા ઊડી જતી નથી. વળી ભરતને પણ પૂર્વ જન્મમાં દીક્ષા સ્વીકારવા રૂ૫ વિધિ-ક્રિયા હતી જ.
વળી જેમ દંડ વગેરે હોવા છતાં ચક જ ન હોય તે ઘટ ન થાય એટલે ઘટ પ્રત્યેની દંડની કારણતા ઊડી ન જાય તેમ અભવ્યમાં ચેત્ય-વન્દનાદિ વિધિ-ક્રિયા હેવા છતાં વિરતિ પરિણામરૂપ કાર્ય ન થવાથી વિધિ-ક્રિયાની કારણુતા ઊડી ન જાય કેમ કે ત્યાં જીવની યોગ્યતારૂપ એક કારણ જ ગેરહાજર છે.
માટે ચૈત્યવન્દનાદિ દીક્ષાવિધિ જે જણાવ્યું છે તે વ્યવહારનવથ ઘટિત જ છે.
પ્ર. વ્યવહારનય તે ઉપચાર માત્ર છે ને? વસ્તુના નિરૂપચરિત સ્વરૂપને કહેતે નિશ્ચયનય જ વાસ્તવિક નથી ?
ઉ. બે ય નય પિતા પોતાના સ્થાને વાસ્તવિક છે અને પરસ્પરની અપેક્ષાએ તદ્દન જુઠ્ઠા છે. આ અંગે પૂર્વ વિચાર થઈ ગયેલ છે. - શ્રીપંચવતુઝન્થની ૧૭૨મી ગાથામાં કહ્યું છે કે, “જે તમે શ્રીજિનમતને સ્વીકારતા હે તે વ્યવહાર અને નિશ્ચય બેમાંથી એકેયને તજશે નહિ. કેમ કે વ્યવહારને વિચછેદ થવાથી શ્રીજિનશાસનને (તીર્થને) નાશ અવશ્ય થાય છે.”
આથી હવે નક્કી થાય છે કે વ્યવહારથી દીક્ષિત થયેલે પણ -વ્યહારનયથી યતિ જ ગણાય છે. કેમ કે વ્યવહારથી પણ ચૈત્યવન્દનાદિ વિધિ કરનારને તે વિધિથી, “દીક્ષિત થયે” વગેરે શુભ પરિણામે પ્રગટે છે, જે પરિણામ તેના ચારિ. મેહ. કર્મની મદતા કરે છે અને એ રીતે નિશ્ચયનયને માન્ય વિરતિના શુભ-પરિણામ તેનામાં પ્રગટી જાય છે. આ રીતે વ્યવહાર એ નિશ્ચયનું સાધન હોવાથી સાધ્યરૂપ નિશ્ચય જેટલું જ આવશ્યક બને છે.
વ્યવહાર એ નિશ્ચય દ્વારા મુક્તિસાધક છે. જેમ દંડ એ ચક્ર ક્ષમાવવા દ્વારા ઘટસાધક છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org